Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં માસૂમ બાળકી પર દુષ્કર્મના કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આરોપીને આજીવન કેદ

Surat News: સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં બનેલા માસૂમ બાળકી દુષ્કર્મ કેસમાં કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આરોપી અંકિત ગૌતમને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. આ સાથે જ રૂ.60 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પીડિત બાળકી માટે રૂપિયા 10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.
Admin
AdminUpdated on: 15 Jun 2026 09:23 PM IST
સુરતમાં માસૂમ બાળકી પર દુષ્કર્મના કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આરોપીને આજીવન કેદસુરતમાં માસૂમ બાળકી પર દુષ્કર્મના કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આરોપીને આજીવન કેદ

Surat News: સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં બનેલા માસૂમ બાળકી દુષ્કર્મ કેસમાં કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આરોપી અંકિત ગૌતમને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. આ સાથે જ રૂ.60 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પીડિત બાળકી માટે રૂપિયા 10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.

મળતી વિગતો મુજબ, 4 વર્ષની બાળકીનું ચોકલેટની લાલચ આપી પંડોળ વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વેડ રોડ વિસ્તારમાં બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે રોષ અને અરેરાટી ફેલાવી હતી.

આ ઘટના બાદ ચોકબજાર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકી સાથે દેખાતો કેદ થયો હતો. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં અંકિત ગૌતમને ઝડપી લીધો હતો.

તપાસ દરમિયાન ફેસ અને ગેટ એનાલિસિસ તેમજ FSLના વૈજ્ઞાનિક પુરાવાઓ આરોપી સામે મહત્વના સાબિત થયા હતા. માત્ર 13 દિવસમાં 400 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સરકારી વકીલની મજબૂત દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે કડક સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.