સુરતના આમલી ડેમના 3 દરવાજા ખોલાયા, 15થી વધુ ગામોને એલર્ટ; ખેડૂતોમાં ખુશી

સુરત જિલ્લામાં સતત વરસાદને પગલે વિવિધ જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. માંડવી તાલુકાના આમલી ડેમમાં પણ પાણીની ભારે આવક નોંધાતા ડેમના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાંથી છોડવામાં આવતું પાણી વરેહ નદી મારફતે તાપી નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે.
Growth Now News
Growth Now News
સુરતના આમલી ડેમના 3 દરવાજા ખોલાયા, 15થી વધુ ગામોને એલર્ટ; ખેડૂતોમાં ખુશીસુરતના આમલી ડેમના 3 દરવાજા ખોલાયા, 15થી વધુ ગામોને એલર્ટ; ખેડૂતોમાં ખુશી

સુરત જિલ્લામાં સતત વરસાદને પગલે વિવિધ જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. માંડવી તાલુકાના આમલી ડેમમાં પણ પાણીની ભારે આવક નોંધાતા ડેમના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાંથી છોડવામાં આવતું પાણી વરેહ નદી મારફતે તાપી નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે 1:30 વાગ્યે આમલી ડેમમાં 2,028 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ડેમનું રૂલ લેવલ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ડેમના ત્રણ દરવાજા ખોલી કુલ 1,500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં લીમધા, અંધારવાડી, ગોડસંબા, અમલસાડી, દેવીગીરી, ગંગાપુર, આમલી સહિતના ગામોનો સમાવેશ થાય છે. સ્થાનિક લોકોને નદીના પટ અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

બીજી તરફ, આમલી ડેમમાં પાણીની સતત આવકને કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડેમમાં પૂરતું જળસંચય થવાથી આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ જિલ્લા તંત્ર ડેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.