રાજકોટ મવડીમાં જાહેર મારામારી: પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચ્યા



રાજકોટ મવડીમાં જાહેર મારામારી: પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચ્યા



રાજકોટ: રાજકોટ શહેરના મવડી મેઈન રોડ પર જાહેરમાં થયેલી મારામારીની ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર અને તણાવનું વાતાવરણ ઉભું કર્યું હતું. જાહેર સ્થળે થયેલી આ હિંસક ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા માલવીયાનગર પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને સ્થળ પરથી મળેલી માહિતીના આધારે આરોપીઓની ઓળખ કરી ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને દબોચી લઈ તેમની ધરપકડ કરી હતી અને કાયદાનું કડક ભાન કરાવ્યું હતું. જાહેરમાં આતંક અને અશાંતિ ફેલાવનારા તત્વોને પોલીસે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપ્યા વગર તેમની જ ભાષામાં જવાબ આપ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે આરોપીઓને કાયદાની જાગૃતિ આપી અને ભવિષ્યમાં આવી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે કડક ચેતવણી પણ આપી છે.
પોલીસની આ ઝડપી અને આક્રમક કામગીરીના કારણે મવડી વિસ્તારના સામાન્ય નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસની લાગણી વધુ મજબૂત બની છે તેમજ સ્થાનિક લોકો દ્વારા પોલીસની કામગીરીને પ્રશંસા મળી રહી છે.




