Rajkot Civil Hospital માં હંગામો! મહિલા તબીબને લાફો માર્યાના આક્ષેપથી રેસિડેન્ટ ડોક્ટરો ધરણા પર બેઠા


Rajkot Civil Hospital
Rajkot Civil Hospital માં હંગામો! મહિલા તબીબને લાફો માર્યાના આક્ષેપથી રેસિડેન્ટ ડોક્ટરો ધરણા પર બેઠા


Rajkot Civil Hospital
Rajkot Civil Hospital : ગઈકાલે સાંજે આશરે 7થી 8 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પેશન્ટ અંગે માહિતી પૂછવા ગયેલી મહિલા તબીબ સાથે સિનિયર મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારબાદ મહિલા તબીબને લાફો મારવામાં આવ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ
ઘટના દરમિયાન સિનિયર મેડિકલ ઓફિસરનું ઉધ્ધતાઈભર્યું વર્તન જોવા મળતું હોવાનો દાવો કરતા કેટલાક દ્રશ્યોનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ હોસ્પિટલના અન્ય રેસિડેન્ટ ડોક્ટરોમાં પણ રોષ ફેલાયો હતો. રેસિડેન્ટ ડોક્ટરોના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી.
પરંતુ કોઈ યોગ્ય નિવેડો આવ્યો ન હતો. જેના પગલે આખરે રેસિડેન્ટ ડોક્ટરોએ વિરોધનો માર્ગ અપનાવ્યો હતો. ઇમરજન્સી વોર્ડની બહાર મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો એકઠા થઈ ધરણા પર બેઠા હતા. વિરોધ કરી રહેલા તબીબોએ સિનિયર મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.
મહિલા તબીબને લાફો માર્યાનો આરોપ
સાથે જ તેમને ફરજ પરથી દૂર કરવામાં આવે તેવી પણ માગ ઉઠી છે. ડોક્ટરોનું કહેવું છે કે હોસ્પિટલમાં કામ કરતા તબીબો સાથે ગેરવર્તન કે કોઈપણ પ્રકારનું અયોગ્ય વર્તન સ્વીકાર્ય નથી અને આ મામલે તાત્કાલિક તપાસ થવી જોઈએ. ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ ચાલુ રહ્યો હતો અને ઇમરજન્સી વોર્ડ બહાર મોટી સંખ્યામાં તબીબો એકઠા થયા હતા. આ વિરોધને કારણે હોસ્પિટલના વાતાવરણમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી.
હાલ સમગ્ર મામલે સામે આવેલા વીડિયો અને બંને પક્ષના આક્ષેપોની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે. મહિલા તબીબ સાથે ખરેખર શું બન્યું અને સિનિયર મેડિકલ ઓફિસરની ભૂમિકા અંગે તપાસમાં શું સામે આવે છે તેના પર હવે સૌની નજર છે. રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા અશ્વિન રામાણી સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.






