રાજકોટ રૂરલ પોલીસની ‘નો ડ્રગ્સ’ અભિયાનમાં સૌથી મોટી કાર્યવાહી, 108 કિલો સુકા ગાંજા સાથે 3 ઝડપાયા રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂરલ એસઓજી ટીમે બાતમીના આધારે ઓડિશાથી રાજકોટ લાવવામાં આવી રહેલો 108 કિલો સુકા ગાંજાનો જથ્થો ઝડપી પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ટ્રક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.