અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે એક એવા ફરાર આજીવન કેદીને ઝડપી પાડ્યો છે, જે હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યો હતો પરંતુ 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને પોલીસથી બચતો ફરતો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ દરમિયાન તેણે ફિલ્મો અને વેબ સિરીઝમાં સપોર્ટિંગ એક્ટર તરીકે પણ કામ કર્યું હતું.