અમદાવાદમાં મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના, પોલીસ તપાસ શરૂ



અમદાવાદમાં મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના, પોલીસ તપાસ શરૂ



અમદાવાદ: અમદાવાદના માનસી સર્કલ નજીક મોડીરાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બ્લેક રંગની XUV કારના ચાલકે બેદરકારીપૂર્વક અને તેજ ગતિએ વાહન હંકારી પાર્ક કરેલા ચાર વાહનોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
સ્થાનિકોના આક્ષેપ મુજબ કારચાલક નશાની હાલતમાં હતો અને બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. અકસ્માતના કારણે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા Satellite Police Station તેમજ ટ્રાફિક એન ડિવિઝનની પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આસપાસના CCTV ફૂટેજના આધારે ફરાર કારચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.




