
Ahmedabad Police: અમદાવાદ ટ્રાફિક પોલીસ અને રેડક્રોસ સોસાયટીના રક્તદાન કેમ્પમાં થેલેસેમિયાના દર્દીઓ માટે 700 યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Ahmedabad: કેકે જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને MD કૈલાશ કાબરાએ ટ્રાફિક પોલીસ કર્મચારીઓના કલ્યાણ અને સુખાકારી માટે રૂપિયા 51 લાખનું યોગદાન આપવામાં આવ્યું છે.

Ahmedabad Accident : અમદાવાદ શહેરમાં AMTS બસનો વધુ એક અકસ્માત સામે આવ્યો છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા સહજાનંદ ચોક પાસે AMTS બસ અને બાઈકચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

Ahmedabad Road Safety Bike Rally: શહેરમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસ અને TRB જવાનો દ્વારા 4 કિમીની બાઈક રેલી યોજવામાં આવી હતી. સેવા...

અમદાવાદમાં વરસાદી મોસમ દરમિયાન સતત ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે રાષ્ટ્રીય અમિત શાહ યુવા સંગઠને સેવાકીય પહેલ કરી છે. સંગઠન દ્વારા H, I અને J ટ્રાફિક પોલીસ સ્ટેશનના કુલ 500 પોલીસ કર્મચારીઓને રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્યું. નિકોલમાં વરસાદમાં ભીંજાઈને ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સંગઠને જણાવ્યું.

અમદાવાદ શહેરમાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. અંજલિ ચાર રસ્તા નજીક ST બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બસની ટક્કર લાગતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ માનસી સર્કલ મોડીરાત્રે એક કાર ચાલકે ચાર વાહનોને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જતા કાર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો અકસ્માત થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી ગયા હતા. ત્યાના લોકો જણાવ્યુ હતુ કે કાર ચાલક નશાની હાલતમાં બેફામ કાર ચલાવી રહ્યો હતો. જેના કારણ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.