
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો અને જાહેર રસ્તાઓ પરના અનધિકૃત પાર્કિંગ સામે સઘન કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા માટે ડમરૂ સર્કલ, કારગીલ પેટ્રોલ પંપ, હાઇકોર્ટ, ગોતા ચાર રસ્તા, પકવાન, જજીસ બંગલો, માનસી સર્કલ, વસ્ત્રાપુર તળાવ અને બોપલ BRTS સહિતના વિસ્તારોમાં ઝુંબેશ હાથ ધરાઈ હતી.

અમદાવાદ માનસી સર્કલ મોડીરાત્રે એક કાર ચાલકે ચાર વાહનોને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જતા કાર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકો અકસ્માત થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી ગયા હતા. ત્યાના લોકો જણાવ્યુ હતુ કે કાર ચાલક નશાની હાલતમાં બેફામ કાર ચલાવી રહ્યો હતો. જેના કારણ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.