
Surat Traffic Police Bike Incident: સુરતમાં બમરોલી બ્રિજ નજીક અલથાણ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રોકવાનો...

અમદાવાદમાં સતત વરસાદને પગલે હાટકેશ્વર સર્કલ ખાતે ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ઓવરબ્રિજ તોડી પાડવામાં આવ્યા બાદ પણ સર્કલ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હાટકેશ્વર સર્કલથી ખોખરા, અમરાઈવાડી તેમજ રુક્ષ્મણી હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગો પર પાણીનો ભરાવો નોંધાયો નહોતો, જેના કારણે આ માર્ગો પર વાહનવ્યવહાર મોટા ભાગે યથાવત રહ્યો હતો.

અમદાવાદમાં વરસાદી મોસમ દરમિયાન સતત ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે રાષ્ટ્રીય અમિત શાહ યુવા સંગઠને સેવાકીય પહેલ કરી છે. સંગઠન દ્વારા H, I અને J ટ્રાફિક પોલીસ સ્ટેશનના કુલ 500 પોલીસ કર્મચારીઓને રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્યું. નિકોલમાં વરસાદમાં ભીંજાઈને ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું સંગઠને જણાવ્યું.

આ અભિયાન દરમિયાન વિવિધ સરકારી કચેરીઓના ગેટ પર ખાસ વાહન ચેકિંગ હાથ ધરાશે. હેલ્મેટ વિના વાહન ચલાવતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે.