Get News Alerts

Never miss breaking news updates.

કલોલની સઈજ GIDCમાં દુર્ઘટના; 3 શ્રમિકોના મોત, 1ની હાલત ગંભીર

Kalol Gandhinagar GIDC: ગાંધીનગરના કલોલની સઇજ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મફતલાલ કંપનીના અંડરગ્રાઉન્ડમાં ટાંકીની સાફસફાઈ દરમિયાન 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 1 શ્રમિકની હાલત ગંભીર છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
Admin
AdminUpdated on: 15 May 2026 05:45 PM IST
કલોલની સઈજ GIDCમાં દુર્ઘટના; 3 શ્રમિકોના મોત, 1ની હાલત ગંભીરકલોલની સઈજ GIDCમાં દુર્ઘટના; 3 શ્રમિકોના મોત, 1ની હાલત ગંભીર

Kalol Gandhinagar GIDC: ગાંધીનગરના કલોલની સઇજ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મફતલાલ કંપનીના અંડરગ્રાઉન્ડમાં ટાંકીની સાફસફાઈ દરમિયાન 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 1 શ્રમિકની હાલત ગંભીર છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરના કલોલ સ્થિત સઈજ GIDCની મફતલાલ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં 14 એપ્રિલની રાત્રે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અંડરગ્રાઉન્ડ ટાંકી સાફ કરતી વખતે ઝેરી ગેસના પ્રભાવથી ત્રણ પરપ્રાંતીય શ્રમિકોના મોત નીપજ્યા હતા. જ્યારે એક શ્રમિકની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

કંપનીના ઈટીપી પ્લાન્ટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં સફાઈ માટે શ્રમિકો ઉતર્યા હતા. ત્યારે ટાંકીમાંથી પાણી કાઢ્યા બાદ તળિયે જમા થયેલો કચરો અને કાદવ દૂર કરવા માટે શ્રમિકોને અંદર મોકલવામાં આવ્યા હતા. તે સમયે અચાનક આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ કામમાં FSL ટીમની પણ મદદ લેવામાં આવી છે.

પ્રાથમિક તારણ પ્રમાણે, ગેસ ગળતરને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેમાં ઝેરી ગેસ લીક થવાને કારણે 3 લોકોના મોત નીપજ્યા છે અને એક શ્રમિકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.