અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન FIBA U18 એશિયા કપ 2026 યોજાશે, 16 દેશોની યુવા ટીમો ભાગ લેશે

ગુજરાત માટે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે FIBA U18 એશિયા કપ 2026નું આયોજન અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. ટૂર્નામેન્ટનું આયોજન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BFI), FIBA એશિયા, ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સંયુક્ત સહયોગથી થશે.
Rahul Desai
Rahul Desai
અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન FIBA U18 એશિયા કપ 2026 યોજાશે, 16 દેશોની યુવા ટીમો ભાગ લેશેઅમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન FIBA U18 એશિયા કપ 2026 યોજાશે, 16 દેશોની યુવા ટીમો ભાગ લેશે

ગુજરાત માટે આંતરરાષ્ટ્રીય રમતગમત ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે FIBA U18 એશિયા કપ 2026નું આયોજન અમદાવાદમાં 13થી 23 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. ટૂર્નામેન્ટનું આયોજન બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BFI), FIBA એશિયા, ગુજરાત સરકાર અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સંયુક્ત સહયોગથી થશે.

આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં એશિયા અને ઓશિનિયાની 16 શ્રેષ્ઠ અંડર-18 પુરુષ રાષ્ટ્રીય ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ માત્ર ખિતાબ માટે જ નહીં, પરંતુ FIBA U19 બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2027 માટે ક્વોલિફિકેશન મેળવવા માટે પણ મહત્વપૂર્ણ રહેશે.

ભારતને ગ્રૂપ Dમાં સ્થાન મળ્યું છે, જેમાં તેની સાથે કોરિયા, જાપાન અને કઝાકિસ્તાનનો સમાવેશ થાય છે. કુલ ચાર ગ્રૂપમાં ટીમોનું વિભાજન કરવામાં આવ્યું છે. ગ્રૂપ સ્ટેજની મેચો 13થી 18 ઓગસ્ટ દરમિયાન રમાશે, જ્યારે 19 ઓગસ્ટે આરામનો દિવસ રહેશે. ત્યારબાદ 20 ઓગસ્ટે ક્વાર્ટર ફાઇનલ ક્વોલિફિકેશન મેચો, 21 ઓગસ્ટે ક્વાર્ટર ફાઇનલ, 22 ઓગસ્ટે સેમિ ફાઇનલ અને 23 ઓગસ્ટે ફાઇનલ તેમજ ક્લાસિફિકેશન મેચો યોજાશે.

ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, ભારત, ઇરાન, ન્યૂઝીલેન્ડ, ફિલિપાઇન્સ સહિત કુલ 16 દેશોની ભાગીદારી રહેશે. BFIના જણાવ્યા અનુસાર આ સ્પર્ધા ભારતના બાસ્કેટબોલ વિકાસ અને આંતરરાષ્ટ્રીય રમતગમત આયોજન ક્ષમતાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.

ભારતીય બાસ્કેટબોલ ચાહકોને એશિયાના ઉભરતા યુવા ખેલાડીઓને નજીકથી જોવાની અનોખી તક મળશે. BFIએ દેશભરના બાસ્કેટબોલ પ્રેમીઓને અમદાવાદ આવી આ ઐતિહાસિક ટૂર્નામેન્ટની મેચો નિહાળવા આમંત્રણ આપ્યું છે.