ટ્રમ્પ ફરીવાર ઇરાન પર હુમલો કરશે? વ્હાઇટ હાઉસમાં હાઇએલર્ટ મિટીંગ



ટ્રમ્પ ફરીવાર ઇરાન પર હુમલો કરશે? વ્હાઇટ હાઉસમાં હાઇએલર્ટ મિટીંગ



Donald Trump: ઇરાનના શાંતિ કરારને લઈને લઈને થયેલી વાતચીત નિષ્ફળ રહે છે તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સામે નવો હુમલો કરવાનો ગંભીરતાથી વિચાર કરી શકે છે. અમેરિકી મીડિય સંસ્થાન એક્સિયોસે શુક્રવારે આ માહિતી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ પર ચર્ચા કરવા માટે શુક્રવારે વરિષ્ઠ અધિકારીઓની મુલાકાત કરી હતી. આ દરમિયાન પાકિસાતની સેના પ્રમુખ મુનીક ઇરાનની રાજધાની તહેરાન પહોંચ્યા હતા અને કતારના પ્રતિનિધિમંડળ સાથે અંતિમ સમયે બેઠક ગોઠવી હતી. એક્સિયોસના બે અમેરિકી અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્વારે સવારે ઇરાન સાથે યુદ્ધના સંબંધે રાષ્ટ્રીય સુરક્ષા ટીમના વરીષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
રાષ્ટ્રપતિ સાથે સીધી વાતચીત કરનારા સૂત્રો અનુસાર,ટ્રમ્પ વાર્તાના અંતિમ સમયમાં કોઈ સફળતા ન મળવાની સ્થિતિમાં નવા હુમલા માટેની યોજનાઓ ઘડી રહ્યા છે. શનિવારે મુનીરની મુલાકાત ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોરના કમાન્ડર અને ઇરાની નિર્ણય પ્રકિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનારા જનરલ અહમદ વાહિદી સાથે મુલાકાત થાય તેવી આશા છે. એક્સિયોસના સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, રાજનાયિક પ્રયાસોથી અવગત એક અધિકારીએ વાતને ખૂબ જ અઘરી ગણાવી હતી અને કહ્યું કે, કરાર દરરોજ આમથી આમ મોકલવામાં આવે છે. પરંતુ કોઈ ખાસ પ્રગતિ નથી થઈ રહી.
શુક્રવારે સવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે થયેલી બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, રક્ષામંત્રી પીટ હેગસેથ, સીઆઈએના નિદેશક જોન રેટક્લિફ, વ્હાઇટ હાઉસની ચીફ ઓફ સ્ટાફ સૂસી વાઇલ્સ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યુ કે, ‘ઇરાન કરાર કરવા માગે છે. જોઈએ શું થાય છે. પરંતુ અમે એમને મોટો ઝટકો આપ્યો છે અને અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. કારણ કે ઇરાન પરમાણુ હથિયાર રાખી શકશે નહીં.




