Donald Trump: ઇરાનના શાંતિ કરારને લઈને લઈને થયેલી વાતચીત નિષ્ફળ રહે છે તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સામે નવો હુમલો કરવાનો ગંભીરતાથી વિચાર કરી શકે છે. અમેરિકી મીડિય સંસ્થાન એક્સિયોસે શુક્રવારે આ માહિતી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ પર ચર્ચા કરવા માટે શુક્રવારે વરિષ્ઠ અધિકારીઓની મુલાકાત કરી હતી. આ દરમિયાન પાકિસાતની સેના પ્રમુખ મુનીક ઇરાનની રાજધાની તહેરાન પહોંચ્યા હતા અને કતારના પ્રતિનિધિમંડળ સાથે અંતિમ સમયે બેઠક ગોઠવી હતી.