ડીઝલની અછતથી ધ્રોલમાં તંગ સ્થિતિ, પેટ્રોલ પંપ પર હોબાળો



ડીઝલની અછતથી ધ્રોલમાં તંગ સ્થિતિ, પેટ્રોલ પંપ પર હોબાળો



ધ્રોલ: ધ્રોલમાં ડીઝલની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે લાંબી લાઈનો લાગી હતી અને કલાકો સુધી રાહ જોયા છતાં ઈંધણ ન મળતાં સ્થિતિ તંગ બની ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ડીઝલ ન મળવાને કારણે ગુસ્સે ભરાયેલા કેટલાક ખેડૂતો અને યુવાનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક યુવાન ખેડૂતે રોષમાં આવીને કેરબો તોડી નાખ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પેટ્રોલ પંપ પર અફરાતફરીનો માહોલ સર્જાતા તણાવની સ્થિતિ ઊભી થઈ હતી, જેના પગલે પોલીસને ઘટનાસ્થળે દોડી આવવું પડ્યું હતું અને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
ખેતીના કામકાજના સમયે ડીઝલની અછતને કારણે ખેડૂતો ભારે પરેશાન થઈ રહ્યા છે અને પરિસ્થિતિને લઈને સ્થાનિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




