
ખંભાળિયા મામલતદારે પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક કરી ખાસ સૂચનાઓ આપી છે. હવે ખેડૂતોને ડીઝલ મેળવવા માટે આધાર કાર્ડ, સાતબારની નકલ અને ટ્રેક્ટરની આર.સી. બુક રજૂ કરવી ફરજિયાત બનાવાઈ છે. દસ્તાવેજોની ચકાસણી બાદ જ વધુમાં વધુ 200 લીટર સુધી ડીઝલ આપવામાં આવી રહ્યું છે.

રાજ્યના અનેક ગામડાઓમાં ખેડૂતોને ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ખંભાલિયાની મામલતદાર કચેરીના પત્રનો ઉલ્લેખ કરતા કોંગ્રેસે દાવો કર્યો કે રાજ્યમાં ડીઝલની ગંભીર અછત ઉભી થઈ છે.

ધ્રોલમાં ડીઝલની અછતને કારણે પેટ્રોલ પંપ પર ભારે ભીડ અને લાંબી લાઈનો જોવા મળી હતી. કલાકો સુધી રાહ જોયા છતાં ઈંધણ ન મળતાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.

અમરેલીમાંથી એક વીડિયો વાઈરલ થયો છે ત્યા કેટલાક લોકો પ્લાસ્ટિકના કેરબા લઈને પેટ્રોલ પંપ ઉપર લાઈન લાગી છે. તેના કારણે અન્ય વાહનચાલકો મોટી સંખ્યામાં પંપો પર પહોંચતા લાંબી લાઈન જોવા મળી રહી છે.