દ્વારકા પંથકમાં 15 દિવસમાં ત્રીજી વખત ચરસ ઝડપાતા ડ્રગ્સ નેટવર્કને લઈને ચકચાર



દ્વારકા પંથકમાં 15 દિવસમાં ત્રીજી વખત ચરસ ઝડપાતા ડ્રગ્સ નેટવર્કને લઈને ચકચાર



દ્વારકા: દ્વારકા પંથકમાં ડ્રગ્સનું નેટવર્ક સતત સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લા માત્ર 15 દિવસમાં ત્રીજી વખત ચરસનો જથ્થો ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે.
અતિ સંવેદનશીલ ગણાતા દ્વારકા વિસ્તારમાં સતત ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવતા પોલીસના કડક પેટ્રોલિંગના દાવાઓ પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. સ્થાનિક સ્તરે કરવામાં આવતા સુરક્ષા દાવાઓ વાસ્તવમાં કેટલા અસરકારક છે તે અંગે ચર્ચા તેજ બની છે.
તાજેતરની ઘટનામાં ફરી એકવાર ચરસનો મોટો જથ્થો ઝડપાતા રાજ્યની સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. કરોડો રૂપિયાનું નશીલા પદાર્થોનું નેટવર્ક કોણ ચલાવે છે તે દિશામાં તપાસ વધુ તેજ કરવામાં આવી છે.
વારંવારની આવી ઘટનાઓને કારણે ડ્રગ્સ માફિયાઓ કેવી રીતે આટલા બેફામ બની ગયા તે મોટો સવાલ ઉભો થયો છે. સતત ઘટનાઓથી સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ તમામ ઘટનાઓને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. લોકોમાં નારાજગી સાથે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ ઉઠી રહી છે.




