દ્વારકા પંથકમાં ડ્રગ્સની સતત વધતી પ્રવૃત્તિએ સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર ચિંતા ઉભી કરી છે. માત્ર 15 દિવસમાં ત્રીજી વખત ચરસનો જથ્થો ઝડપાતા પોલીસના પેટ્રોલિંગ અને નિયંત્રણ વ્યવસ્થાની અસરકારકતા પર સવાલો ઉઠી રહ્યા છે. અતિ સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં ડ્રગ્સ નેટવર્ક કેવી રીતે બેફામ બન્યું તે હવે મોટો ચર્ચાનો વિષય બન્યો છે.