બનાસકાંઠામાં 'બેક ટુ સ્કૂલ મિશન' અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુનઃપ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 'બેક ટુ સ્કૂલ મિશન' અંતર્ગત શાળામાં પુનઃપ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને મેન્ટર્સ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. રાજ્યમાં શિક્ષણના સાર્વત્રિકીકરણ અને શાળા ડ્રોપઆઉટ દર ઘટાડવાના ઉદ્દેશ સાથે ચલાવવામાં આવી રહેલા આ અભિયાન હેઠળ મુખ્યમંત્રીએ ૧૨ જેટલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમના અનુભવો જાણ્યા હતા.
Growth Now News
Growth Now News
બનાસકાંઠામાં 'બેક ટુ સ્કૂલ મિશન' અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુનઃપ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદબનાસકાંઠામાં 'બેક ટુ સ્કૂલ મિશન' અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુનઃપ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે 'બેક ટુ સ્કૂલ મિશન' અંતર્ગત શાળામાં પુનઃપ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને મેન્ટર્સ સાથે આત્મીય સંવાદ કર્યો હતો. રાજ્યમાં શિક્ષણના સાર્વત્રિકીકરણ અને શાળા ડ્રોપઆઉટ દર ઘટાડવાના ઉદ્દેશ સાથે ચલાવવામાં આવી રહેલા આ અભિયાન હેઠળ મુખ્યમંત્રીએ ૧૨ જેટલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમના અનુભવો જાણ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ જવા, મહેનતપૂર્વક અભ્યાસ કરવા અને જીવનમાં ઊંચા લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રેરણા આપી હતી. તેમણે દીકરીઓના શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અત્યંત જરૂરી છે. વાલીઓને પોતાના બાળકોને સતત શિક્ષણ અપાવવા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ભાવના મુજબ રાજ્યનો કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે વિવિધ લોકભાગીદારી આધારિત પહેલો હાથ ધરવામાં આવી છે. શિક્ષકો હવે માત્ર શિક્ષણ આપવાની નહીં પરંતુ શાળા છોડનારા બાળકોને શોધી ફરી શિક્ષણના પ્રવાહમાં જોડવાની જવાબદારી પણ નિભાવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં હાથ ધરાયેલા સર્વે દરમિયાન કુલ ૩૭,૪૧૫ ડ્રોપઆઉટ બાળકોની ઓળખ થઈ હતી, જેમાંથી ૨૯,૪૫૧ બાળકોનું સફળતાપૂર્વક પુનઃપ્રવેશ કરાવવામાં આવ્યું છે. તેમાં ૧૪,૮૭૫ કુમારો અને ૧૪,૫૭૬ કન્યાઓનો સમાવેશ થાય છે.

લાભાર્થી વિદ્યાર્થીની સુહાનીએ જણાવ્યું કે શિક્ષકોના માર્ગદર્શનથી તેણે ફરી અભ્યાસ શરૂ કર્યો અને બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી. હવે તે ધોરણ ૧૧માં અભ્યાસ કરી રહી છે અને નિયમિત ભણવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. રાજ્ય સરકારનું 'બેક ટુ સ્કૂલ મિશન' બાળકોને ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.