ભાવનગરની કોસમોસ કોમ્પ્યુટરનાં પાંચ એકમ પર GSTના દરોડા, દોઢ કરોડનો દંડ ફટકાર્યો



ભાવનગરની કોસમોસ કોમ્પ્યુટરનાં પાંચ એકમ પર GSTના દરોડા, દોઢ કરોડનો દંડ ફટકાર્યો



Bhavnagar GST Raid: ભાવનગર શહેરમાં સ્ટેટ GST વિભાગ દ્વારા હાથ ધરાયેલી મેગા દરોડાની કામગીરી પૂર્ણ થઈ છે. શહેરની જાણીતી કોસમોસ કોમ્પ્યુટરના મુખ્ય કાર્યાલય સહિત કુલ પાંચ એકમો પર ત્રણ દિવસ સુધી સઘન તપાસ ચલાવવામાં આવી હતી. તપાસ દરમિયાન વિભાગે મુખ્ય ઓફિસ અને ચાર શાખાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરી વિવિધ દસ્તાવેજો અને હિસાબી વિગતોની ચકાસણી કરી હતી.
તપાસમાં મોટા પાયે કરચોરી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. એકમ દ્વારા પોતાના વાસ્તવિક ટર્નઓવરની વિગતો છુપાવી GST નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત નિર્ધારિત સ્કીમની બહાર જઈ ટર્નઓવર ઓછો દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર તપાસ પૂર્ણ થયા બાદ GST વિભાગે કંપનીને રૂ. 1.50 કરોડનો દંડ ભરવાનો આદેશ આપ્યો છે.
GST વિભાગે કોસમોસ કોમ્પ્યુટરની કાળીયાબીડ, શિવાજી સર્કલ, મહિલા કોલેજ અને નીલમબાગ ખાતે આવેલી બ્રાન્ચ ઓફિસો અને ઘર સહિત કુલ 6 ટીમો દ્વારા અલગ અલગ 6 સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે. જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનની કામગીરી આવતીકાલ સુધી લંબાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. હાલ તો જીએસટી વિભાગની કામગીરીને લઈને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.




