અમદાવાદમાં CNGના ભાવમાં રૂ.4નો વધારો, રિક્ષા ચાલકોએ ભાડા વધારાની કરી માંગ

અમદાવાદ શહેરમાં CNG ગેસના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. CNGના ભાવમાં રૂ.4નો વધારો થતાં રિક્ષા ચાલકોની મુશ્કેલીઓ વધી છે અને તેમણે આ સ્થિતિને "પડ્યા પર પાટુ" જેવી ગણાવી છે.
Growth Now News
Growth Now News
અમદાવાદમાં CNGના ભાવમાં રૂ.4નો વધારો, રિક્ષા ચાલકોએ ભાડા વધારાની કરી માંગઅમદાવાદમાં CNGના ભાવમાં રૂ.4નો વધારો, રિક્ષા ચાલકોએ ભાડા વધારાની કરી માંગ

અમદાવાદ શહેરમાં CNG ગેસના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. CNGના ભાવમાં રૂ.4નો વધારો થતાં રિક્ષા ચાલકોની મુશ્કેલીઓ વધી છે અને તેમણે આ સ્થિતિને "પડ્યા પર પાટુ" જેવી ગણાવી છે.

રિક્ષા ચાલક સંગઠનોનું કહેવું છે કે ચાલુ વર્ષ દરમિયાન CNG ગેસના ભાવમાં અનેક વખત વધારો કરવામાં આવ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ગેસ કંપનીઓ દ્વારા ભાવવધારો કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ રિક્ષાના ભાડામાં છેલ્લા ચાર વર્ષથી કોઈ યોગ્ય વધારો કરવામાં આવ્યો નથી.

રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ, એક મહિના અગાઉ ભાડા વધારા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ હજુ સુધી તેનો સત્તાવાર જાહેરનામું કે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. ઉપરાંત RTOમાં પાર્સિંગ સમયે ભરવી પડતી રૂ.50ની પેનલ્ટીના મુદ્દે પણ કોઈ નિર્ણય જાહેર થયો નથી.

રિક્ષા ચાલક સંગઠનો દ્વારા મિનિમમ ભાડું રૂ.20થી વધારીને રૂ.25 કરવામાં આવ્યું હતું, જેને હવે વધારીને રૂ.30 કરવાની માંગ કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે CNGનો ભાવ વધીને રૂ.94 સુધી પહોંચી ગયો છે, જે પેટ્રોલના ભાવની નજીક આવી ગયો છે.

રિક્ષા ચાલક આગેવાનોએ જણાવ્યું કે અમદાવાદ શહેરના યુનિયન સંગઠનો અને ગુજરાતભરના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ આગામી દિવસોમાં આ મુદ્દે વધુ નિર્ણય લેવામાં આવશે. ભાવવધારા સામે રિક્ષા ચાલકો દ્વારા આંદોલન કે અન્ય પગલાં લેવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.