
Ahmedabad Rickshaw Taxi Strike : અમદાવાદમાં આજથી રિક્ષા ચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થઈ છે. ‘રોજગાર બચાવો’ આંદોલન હેઠળ વિવિધ રિક્ષા યુનિયનો દ્વારા સ્વયંભૂ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

Vadodara: વડોદરા રેલવે સ્ટેશન ખાતે રિક્ષા અને ટેક્સી ચાલકોએ પાર્કિંગના નાણાં વસૂલવાના મુદ્દે આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. રેલવે પ્રિમાઇસિસમાં મુસાફરોને લેવા-મૂકવા માટે પ્રવેશતી રિક્ષા-ટેક્સી પાસેથી પાર્કિંગ ચાર્જની માંગણી કરવામાં આવતાં ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરમાં CNG ગેસના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. CNGના ભાવમાં રૂ.4નો વધારો થતાં રિક્ષા ચાલકોની મુશ્કેલીઓ વધી છે અને તેમણે આ સ્થિતિને "પડ્યા પર પાટુ" જેવી ગણાવી છે.