અદાણી CNG ફરી મોંઘું, પ્રતિ કિલો રૂ. 2.24નો ભાવ વધારો



AI Image
અદાણી CNG ફરી મોંઘું, પ્રતિ કિલો રૂ. 2.24નો ભાવ વધારો



AI Image
અમદાવાદ : ગુજરાતમાં CNG વાહનચાલકોને ફરી એકવાર મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. અદાણી CNG દ્વારા પ્રતિ કિલો CNGના ભાવમાં રૂ. 2.24નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. નવા ભાવ મુજબ હવે અદાણી CNGનો દર રૂ. 86.1 પ્રતિ કિલો થયો છે. વધારેલા નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે.
નોંધનીય છે કે આ પહેલા 4 એપ્રિલે પણ કંપનીએ CNGના ભાવમાં અંદાજે દોઢ રૂપિયાનો વધારો કર્યો હતો. આમ છેલ્લા દોઢ મહિનામાં કુલ રૂ. 3.50 જેટલો ભાવ વધારો નોંધાતા સામાન્ય વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પર સીધી અસર પડશે.
પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સસ્તું ઇંધણ ગણાતું CNG હવે સતત મોંઘું બનતું જતા લોકોમાં ચિંતા વધી રહી છે. ખાસ કરીને રોજિંદા ઉપયોગ માટે CNG વાહનો ચલાવતા લોકોના માસિક ખર્ચમાં વધારો થશે. બીજી તરફ વધતા ઇંધણ ખર્ચના કારણે ભાડા અને પરિવહન ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




