
CNG Price Hike: ગુજરાતમાં CNGના ભાવમાં ફરી એકવાર વધારો થતાં વાહનચાલકો પર મોંઘવારીનો બોજ વધ્યો છે. બનાસકાંઠા વિસ્તારમાં IRM કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 4નો વધારો કરવામાં આવ્યો.

ગુજરાતમાં CNG વાહનચાલકોને વધુ એક વખત મોંઘવારીનો ફટકો લાગ્યો છે. અદાણી CNGએ પ્રતિ કિલો રૂ. 2.24નો ભાવ વધારો જાહેર કરતા હવે CNGનો નવો ભાવ રૂ. 86.1 પ્રતિ કિલો થયો છે. સતત વધતા ભાવોને કારણે સામાન્ય વાહનચાલકોમાં ચિંતા વધી રહી છે.