Get News Alerts

Never miss breaking news updates.

'ચિપ્સથી શિપ્સ સુધી' મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે ભારત, 6G ટેક્નોલોજી પર ઝડપથી કામ: PM મોદી

PM Modi India Manufacturing Ecosystem: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારતીય સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશ આજે 'ચિપ્સથી શિપ્સ સુધી' મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઉભું કરી રહ્યો છે અને વૈશ્વિક ટેક્નોલોજી ક્ષેત્રમાં આગેવાની મેળવવા માટે 6G ટેક્નોલોજી પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાને જણાવ્યું...
R Gajjar
R GajjarUpdated on: 09 Jul 2026 06:28 PM IST
'ચિપ્સથી શિપ્સ સુધી' મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે ભારત, 6G ટેક્નોલોજી પર ઝડપથી કામ: PM મોદી'ચિપ્સથી શિપ્સ સુધી' મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે ભારત, 6G ટેક્નોલોજી પર ઝડપથી કામ: PM મોદી

PM Modi India Manufacturing Ecosystem: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારતીય સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશ આજે 'ચિપ્સથી શિપ્સ સુધી' મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઉભું કરી રહ્યો છે અને વૈશ્વિક ટેક્નોલોજી ક્ષેત્રમાં આગેવાની મેળવવા માટે 6G ટેક્નોલોજી પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે.

વડાપ્રધાને જણાવ્યું કે, થોડાં વર્ષો પહેલાં દેશમાં માત્ર થોડાક સ્ટાર્ટઅપ્સ હતા, જ્યારે આજે 2 લાખથી વધુ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. દર મહિને 4 હજારથી વધુ નવા સ્ટાર્ટઅપ્સ શરૂ થઈ રહ્યા છે, જેના કારણે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે. તેમણે જણાવ્યું કે સ્ટાર્ટઅપ્સ હવે માત્ર મોટા શહેરો પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ દેશના લગભગ દરેક જિલ્લામાં તેનો વિકાસ થઈ રહ્યો છે. આજે ડિફેન્સ અને સ્પેસ જેવા અદ્યતન ક્ષેત્રોમાં પણ અનેક સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. ટૂંક સમયમાં ભારતનું એક સ્પેસ સ્ટાર્ટઅપ પોતાના જ રોકેટથી સેટેલાઇટ લોન્ચ કરશે.

વડાપ્રધાને ગગનયાન મિશન અને ભારતના પોતાના સ્પેસ સ્ટેશન અંગે પણ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે દેશ ઝડપથી આ દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતના મોટા સપનાઓ અને ઊંચી મહત્ત્વાકાંક્ષાઓ પાછળ દેશના નાગરિકોની શક્તિ સૌથી મોટો આધાર છે. આતંકવાદ વિરુદ્ધ ભારતની કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન આતંકવાદીઓના ઠેકાણાઓ પર થયેલા હુમલાની ગૂંજ સમગ્ર વિશ્વે સાંભળી હતી.

વડાપ્રધાને 2014ની પોતાની પ્રથમ ઓસ્ટ્રેલિયા મુલાકાતને યાદ કરતાં જણાવ્યું કે તે વખતે 28 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. છેલ્લા 12 વર્ષમાં આ તેમની ઓસ્ટ્રેલિયાની ત્રીજી મુલાકાત છે, જે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વધતા મજબૂત સંબંધોનું પ્રતિબિંબ છે. મેલબર્ન પહોંચતા ભારતીય સમુદાયે 'મોદી-મોદી' અને 'વંદે માતરમ'ના નારાઓ સાથે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ભારતીય અને ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિનું અનોખું સંગમ પણ જોવા મળ્યો, જેમાં ડિજરિડૂ, તબલા, કથક અને સંગીતની વિશેષ રજૂઆતો કરવામાં આવી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com