ભારત બાદ પાકિસ્તાનમાં પણ ‘કોકરોચ પાર્ટી’નો ક્રેઝ, ‘કોકરોચ આવામી પાર્ટી’ની રચના થઈ



AI Generated Images
ભારત બાદ પાકિસ્તાનમાં પણ ‘કોકરોચ પાર્ટી’નો ક્રેઝ, ‘કોકરોચ આવામી પાર્ટી’ની રચના થઈ



AI Generated Images
Cockroach Awami Party Pakistan: ભારતમાં સોશિયલ મીડિયા પર વાયરલ બનેલી ‘Cockroach Janata Party’ હવે પાકિસ્તાન સુધી પહોંચી ગઈ છે. ભારતમાંથી શરૂ થયેલું આ વ્યંગાત્મક ઓનલાઈન રાજકીય અભિયાન હવે પાકિસ્તાનના યુવાનોમાં પણ ચર્ચાનો વિષય બન્યું છે. ત્યાં સોશિયલ મીડિયા પર ‘Cockroach Awami Party (CAP)’ અને ‘Cockroach Awami League (CAL)’ જેવા અનેક પેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

હકિકતે, "કોકરોચ જનતા પાર્ટી" એટલે કે સીજેપી ગયા અઠવાડિયે ભારતમાં શરૂ કરવામાં આવી હતી. આનો આધાર ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી સાથે જોડાયેલો છે, જેમણે કથિત રીતે બેરોજગાર કાર્યકર્તા યુવાનોની તુલના "કોકરોચ" અને "પરોપજીવી" સાથે કરી હતી. જોકે પછીથી સ્પષ્ટતા આપવામાં આવી હતી, પરંતુ આ નિવેદન અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ વિવાદ બાદ, અમેરિકામાં રહેતા ભારતીય મૂળના પીઆર ગ્રેજ્યુએટ અને આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ સહયોગી અભિજીત દિપકકેએ 16 મેના રોજ સોશિયલ મીડિયા પર "કોકરોચ જનતા પાર્ટી" ઝુંબેશ શરૂ કરી. તેમણે મજાકમાં પોતાને "કોકચોચ" કહ્યો અને આ આંદોલનને બેરોજગાર યુવાનોનો અવાજ ગણાવ્યું જેઓ સિસ્ટમથી ગુસ્સે છે.
ફોલોઅર્સ કરોડો સુધી પહોંચ્યા
થોડા જ દિવસોમાં, પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વાયરલ થઈ ગયું અને તેના ફોલોઅર્સ કરોડો સુધી પહોંચી ગયા. પાર્ટીએ પોતાને "આળસુ અને બેરોજગાર યુવાનો"નો અવાજ ગણાવ્યો અને શિક્ષણ, રોજગાર, હેલ્થકેર સિસ્ટમ, પરીક્ષા પ્રણાલીમાં સુધારા અને સરકારી જવાબદારી જેવા મુદ્દાઓ ઉઠાવ્યા. વ્યંગ અને મીમ્સ દ્વારા, આ આંદોન યુવાનોમાં ઝડપથી લોકપ્રિય બની ગઈ. ભારતમાં તેની લોકપ્રિયતા વધ્યા પછી, પાકિસ્તાનમાં પણ આવા જ એકાઉન્ટ્સ દેખાવા લાગ્યા. "કોકરોચ અવામી પાર્ટી" નામના એક ઇન્સ્ટાગ્રામ પેજ પર ખુલ્લેઆમ ભારતીય આંદોલનમાંથી પ્રેરણા લેવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તેના બાયોમાં લખ્યું છે, "હા, કોપી કરેલ છે, પણ કોને પરવા છે? તે એક જ વસ્તુ છે."
સીજેપીના પાકિસ્તાની વર્ઝનનો હેતુ શું છે?
પાકિસ્તાની "કોકરોચ" પેજ પોતાને ત્યાંની Gen-Z પેઢીનો અવાજ ગણાવી રહ્યા છે. તેમનો દાવો છે કે તેઓ પાકિસ્તાનના પરંપરાગત રાજકારણના વિકલ્પ તરીકે ઉભરી આવવા માંગે છે. ઘણી પોસ્ટ્સમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI), પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) જેવી મુખ્ય ધારાની પાર્ટીઓની ટીકા કરવામાં આવે છે.
@CockroachAP ના એક X એકાઉન્ટે ઉર્દૂમાં લખ્યું, "અમે તે લોકોનો અવાજ છીએ જેમને સિસ્ટમ કોકરોચ માનતી હતી." બીજી બાજુ, "કોકરોચ અવામી લીગ પાકિસ્તાન" નામનું બીજું પેજ "આપણે દરેક પરિસ્થિતિમાં જીવંત છીએ" જેવા નારાઓ સાથે પોતાને યુવાનોનું પ્રતીક ગણાવી રહ્યું છે. જ્યારે ભારતની "કોકરોચ જનતા પાર્ટી" પાસે એક સ્થાપક, એક વેબસાઇટ અને એક પ્રકારનો મેનિફેસ્ટો છે, ત્યારે પાકિસ્તાનમાં તેના ઘણા જુદા જુદા વર્ઝનો ઉભરી આવ્યા છે, જ્યાં તે હાલમાં મીમ કલ્ચર અને ઓનલાઈન વ્યંગ સુધી મર્યાદિત હોવાનું જણાય છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



