ચીનની જૂતા ફેક્ટરીમાં ભીષણ આગ, 28 લોકોના મોત; રાષ્ટ્રપતિ શી જિનપિંગે તપાસના આપ્યા આદેશ



ચીનની જૂતા ફેક્ટરીમાં ભીષણ આગ, 28 લોકોના મોત; રાષ્ટ્રપતિ શી જિનપિંગે તપાસના આપ્યા આદેશ



China Shoe Factory Fire: ચીનના ફુજિયાન પ્રાંતના જિનજિયાંગ શહેરમાં આવેલી એક જૂતા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં મોટો દુર્ઘટનાગ્રસ્ત બનાવ બન્યો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા હોવાનું ચીનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું છે. આગ લાગ્યા બાદ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી. સેકડો બચાવકર્મીઓ અને અનેક ફાયર ફાઈટર વાહનોની મદદથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ઘટનાના સમયે કેટલાક લોકો ફેક્ટરીની છત પર ફસાઈ ગયા હતા.
સરકારી મીડિયા દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં બહુ માળની ફેક્ટરી આગની જ્વાળાઓમાં ઘેરાયેલી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ આગ ફેક્ટરીના ગ્રાઉન્ડ ફ્લોર પરથી શરૂ થઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ ફેક્ટરીમાં જૂતા બનાવવામાં વપરાતી જ્વલનશીલ સામગ્રી અને ચોંટાડવાના કેમિકલ (એડહેસિવ) મોટા પ્રમાણમાં હોવાથી આગ ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી.
ઘટના બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા, ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. જિનજિયાંગ શહેરને ચીનની 'જૂતા રાજધાની' તરીકે ઓળખવામાં આવે છે. અહીં હજારો ફૂટવેર કંપનીઓ કાર્યરત છે. સરકારી આંકડા મુજબ વર્ષ 2024 દરમિયાન આ શહેરમાં 1.2 અબજથી વધુ જોડી જૂતાનું ઉત્પાદન થયું હતું, જે વૈશ્વિક ઉત્પાદનના લગભગ 20 ટકા જેટલું છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



