
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડા 4થી 6 ઓગસ્ટ દરમિયાન પૂર્વોત્તર ભારતના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર તથા ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા કરશે.

ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણીના ભરાવાને કારણે અનેક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અસરગ્રસ્ત પરિવારોના મકાન, ઘરવખરી, પશુધન અને ખેતીને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

આસામ અને નાગાલેન્ડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય વાયુસેનાનું માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત અભિયાન સતત ચાલી રહ્યું છે. ખરાબ હવામાન અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ વાયુસેનાના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં સંપૂર્ણ તત્પરતા સાથે જોડાયેલા છે. ભારતીય વાયુસેનાએ મંગળવારે જણાવ્યું કે છેલ્લા 10 દિવસ દરમિયાન તેના હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 458 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.