વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી 2026 જાહેર: રાજ્યને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો લક્ષ્ય



વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી 2026 જાહેર: રાજ્યને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો લક્ષ્ય



ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહાત્મા મંદિર ખાતે ‘વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી 2026’નું અનાવરણ કર્યું છે. આ નવી નીતિનો મુખ્ય હેતુ ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ઇનોવેશન આધારિત અને સસ્ટેનેબલ ઔદ્યોગિક શક્તિ તરીકે સ્થાપિત કરવાનો છે.
નવી પૉલિસીમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ફ્યુચરિસ્ટિક સેક્ટર્સ પર વિશેષ ફોકસ રાખવામાં આવ્યો છે. તેમાં ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન એમોનિયા, સેમિકન્ડક્ટર સપોર્ટિંગ યુનિટ્સ, રોબોટિક્સ, ડ્રોન, સ્પેસ સંબંધિત મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રિક વાહનો જેવા ક્ષેત્રોને થ્રસ્ટ સેક્ટર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
MSME અને મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન:
MSME એકમોને મૂડી સહાય, વ્યાજ સબસિડી અને પાવર ટૅરિફમાં છૂટ સહિતના લાભો મળશે. જ્યારે મોટા, મેગા અને અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ્સ માટે પણ આકર્ષક ઇન્સેન્ટિવ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે.
મહિલા અને યુવા ઉદ્યોગસાહસિકો માટે ખાસ સહાય:
મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સને દર મહિને ₹30,000 સુધીની મેન્ટેનન્સ સહાય મળશે. ઉપરાંત મહિલા ઉદ્યોગસાહસિકોને વધારાની 1% વ્યાજ સબસિડી અને બ્રેક પછી ઉદ્યોગમાં પરત ફરતી મહિલાઓ માટે ખાસ તાલીમ તથા ભાડા સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે.
ગ્લોબલ R&D હબ બનાવવાનો લક્ષ્ય:
રાજ્યને રિસર્ચ અને ડેવલપમેન્ટનું કેન્દ્ર બનાવવા માટે પ્રથમ પાંચ R&D સેન્ટર્સને ₹50 કરોડ સુધીની મૂડી સહાય અને પ્રતિ યુનિટ ₹1 પાવર ટૅરિફ છૂટ જેવી ‘અર્લી બર્ડ’ સુવિધાઓ આપવામાં આવશે.
વર્કર્સ વેલફેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર:
ઉદ્યોગ વિસ્તારોમાં કામદારો માટે હોસ્ટેલ અને ડોર્મિટરી બનાવવા માટે સરકાર 80% સુધી (મહત્તમ ₹40 કરોડ) નાણાકીય સહાય આપશે.
પર્યાવરણ અને ટકાઉ વિકાસ:
શહેરોની ભીડ ઘટાડવા માટે ઉદ્યોગોને શહેર બહાર ખસેડવા પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે જ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) અને વેસ્ટવોટર રિસાયક્લિંગ પ્રોજેક્ટ્સ માટે ₹75 કરોડ સુધીની સહાય જાહેર કરવામાં આવી છે.
સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર:
ઔદ્યોગિક ક્ષેત્ર માટે કુશળ માનવશક્તિ તૈયાર કરવા માટે એન્કર ઇન્સ્ટિટ્યૂટ્સ અને સ્પેશિયલ સ્કિલ સેન્ટર્સને ₹10 કરોડ સુધીની સહાય મળશે.
વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026ના મુખ્ય અંશ
વિઝન - વિકસિત ગુજરાતથી વિકસિત ભારત -2047ને સાકાર કરવા ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ઈનોવેશન –ડ્રિવન અને સસ્ટેઈનેબલ ઈન્ડસ્ટ્રિઅલ પાવરહાઉસ બનાવવું. જે સંદર્ભે વેલ્યૂ-એડિશન, એડવાન્સ મૅન્યૂફેક્ચરિંગ અને સુગ્રથિત ગ્લોબલ વેલ્યૂ ચેઈન પર ધ્યાન કેન્દ્રીત કરવું.
મુખ્ય ક્ષેત્ર
- ગ્રીન એનર્જી ઈકૉ-સિસ્ટમ
- મોબિલીટી
- કેપિટલ ઈક્વીપમેન્ટ
- ટેક્ષટાઈલ અને એપેરલ્સ
- ક્રિટિકલ મિનેરલ પ્રોસેસિંગ, રિફાઈનિંગ એક્ષટ્રેકશન, મેટલ્સ અને મિનેરલ્સ, સિરામિક
- ટકાઉ વિકાસ – મ્યુનિસિપલ સોલિડ – લિક્વીડ વેસ્ટ રિસાયકલિંગ ઈક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરિંગ
- કેમિકલ્સ
- એગ્રો પ્રોસેસિંગ
- હેલ્થકેર
- સેમીકંડક્ટરના એન્સિલરી યુનિટ્સ
- ન્યૂક્લિઅર પાવર ઈક્વિપમેન્ટ
- વ્હિકલ સ્ક્રેપિંગ ફેસિલિટી
- ઈલેક્ટ્રોનિક્સ વેસ્ટ રિસાયકલિંગ યુનિટસ
- ટેક્સટાઈલ્સ વેસ્ટ રિયસાકલિંગ યુનિટસ
- શિપિંગ કન્ટેનરનું મેન્યૂફેકચરિંગ
પસંદગીના મુખ્ય ક્ષેત્રોની યાદી
- સ્પોર્ટ્સ ગુડ્સ- ઈક્વિપમેન્ટનું મેન્યૂફેક્ચરીંગ
- રમકડાનું મેન્યૂફેક્ચરીંગ
- ફૂટવેરનું મેન્યૂફેક્ચરીંગ
- રોબોટ્સનુ મેન્યૂફેક્ચરીંગ
- ડ્રોનનું મેન્યૂફેક્ચરીંગ
ઔદ્યોગિક નીતિ 2026ની વિશેષતાઓ
- રોકાણકારોને વધુ સરળતા આપવા માટે “ચૂઝ યોર ઇન્સેન્ટિવ” (Choose Your Incentive) જેવી નવી પહેલ,
- જે અંતર્ગત રોકાણકારો તેમની જરૂરિયાત મુજબ પ્રોત્સાહનો પસંદ કરી શકશે।
- ગુજરાતને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, R&D અને વેલ્યુ એડિશન માટે વૈશ્વિક હબ બનાવવા પર વિશેષ ધ્યાન
- T.H.R.I.V.E પ્રોજેક્ટની જાહેરાત. ઉદ્યોગોને શહેરી વિસ્તારોમાંથી સ્થાનાંતરિત કરવા માટે - શહેરોની ભીડ દૂર કરવા અને જીવનની સરળતાને પ્રોત્સાહન આપવા માટેનું એક આશાસ્પદ પગલું
- MSMEsને ઝડપી સ્કેલ કરવા અને નાની શરૂઆતથી મજબૂત, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સાહસોમાં સંક્રમણને પ્રોત્સાહન
- સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યમીઓ, વિભિન્ન રીતે વિકલાંગ, SC/ST ઉદ્યોગસાહસિકો માટે વધારાની સહાય
- ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૨૬ દ્વારા પારદર્શક, સરળ અને ઉદ્યોગકેન્દ્રિત માળખું રોકાણકારોને વિશ્વાસ અને સ્પષ્ટતા સાથે ગુજરાતને વિશ્વના સૌથી સ્પર્ધાત્મક અને આકર્ષક રોકાણ ગંતવ્યોમાંનું એક બનાવી રહ્યું છે.
આ નીતિ દ્વારા ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને ગુજરાતને વૈશ્વિક વેલ્યૂ ચેઇનમાં વધુ મજબૂત સ્થાન અપાવવા માટે પ્રતિબદ્ધ હોવાનું જણાય છે.




