Get News Alerts

Never miss breaking news updates.

વાઇબ્રન્ટ ગુજરાત હવે માત્ર ઇન્વેસ્ટમેન્ટ સમિટ નહીં, ગ્લોબલ પાર્ટનરશિપનું પ્રતીક: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

Vadodara Vibrant Regional Conference News: ઐતિહાસિક નગરી વડોદરામાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત હવે માત્ર એક ઇન્વેસ્ટમેન્ટ સમિટ નહીં, પરંતુ ગ્લોબલ પાર્ટનરશિપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપતું મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે.
Admin
AdminUpdated on: 29 Jun 2026 10:20 PM IST
વાઇબ્રન્ટ ગુજરાત હવે માત્ર ઇન્વેસ્ટમેન્ટ સમિટ નહીં, ગ્લોબલ પાર્ટનરશિપનું પ્રતીક: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીવાઇબ્રન્ટ ગુજરાત હવે માત્ર ઇન્વેસ્ટમેન્ટ સમિટ નહીં, ગ્લોબલ પાર્ટનરશિપનું પ્રતીક: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

Vadodara Vibrant Regional Conference News: ઐતિહાસિક નગરી વડોદરામાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત હવે માત્ર એક ઇન્વેસ્ટમેન્ટ સમિટ નહીં, પરંતુ ગ્લોબલ પાર્ટનરશિપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપતું મજબૂત પ્લેટફોર્મ બની ગયું છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સતત આર્થિક પરિવર્તનની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મધ્ય ગુજરાત એ ઇતિહાસ, સંસ્કૃતિ અને ઇનોવેશનનું અનોખું કેન્દ્ર છે. વડોદરાની કળા, શિક્ષણ, સ્કિલ અને ઇનોવેશન રાજ્યની સૌથી મોટી તાકાત છે. સહકાર ચળવળથી લઈને પ્રવાસન સુધી મધ્ય ગુજરાતે દેશને નવી દિશા આપી છે. તેમણે પંચમહાલ, મહિસાગર, દાહોદ અને છોટા ઉદેપુરની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિની પ્રશંસા કરતાં જણાવ્યું કે, નર્મદામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર દેશના ગૌરવનું પ્રતીક બની ગયું છે.

મધ્ય ગુજરાતની ઔદ્યોગિક શક્તિ અંગે તેમણે જણાવ્યું કે, રાજ્યના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં લગભગ 28 ટકા યોગદાન આ વિસ્તારનું છે. વર્ષ 2025-26 દરમિયાન મધ્ય ગુજરાતમાંથી 20.5 અબજ ડોલરથી વધુના ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે. અહીં 65થી વધુ GIDC એસ્ટેટ્સ અને 24 હજારથી વધુ સક્રિય ઔદ્યોગિક પ્લોટ કાર્યરત છે. ઉપરાંત રાજ્યના 92 ટકા ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ, 70 ટકા બેવરેજ પ્રોસેસિંગ તેમજ 63 ટકા ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગમાં મધ્ય ગુજરાતનું મહત્વનું યોગદાન છે.

તેમણે જણાવ્યું કે, સેન્ટ્રલ ગુજરાત ઇકોનોમિક માસ્ટર પ્લાન હેઠળ આગામી 20 વર્ષ માટે વિકાસની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત છોટા ઉદેપુરને દેશનું આગામી સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હબ અને વડોદરાને દેશનું સૌથી મોટું બાયોઇકોનોમી હબ બનાવવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે વિકસિત ગુજરાત ઔદ્યોગિક પોલિસી-2026 હેઠળ આગામી પાંચ વર્ષમાં ₹10 લાખ કરોડના નવા રોકાણ આકર્ષિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મહિલા ઉદ્યોગસાહસિકોને 360 ડિગ્રી સપોર્ટ, વધારાની 1 ટકા વ્યાજ સબસિડી, કરિયર બ્રેક બાદ સ્કિલ રિફ્રેશર કોર્સ તેમજ પાંચ વર્ષ સુધી 75 ટકા રેન્ટલ સહાય જેવી વિશેષ સુવિધાઓ આપવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, મેગા અને અલ્ટ્રા મેગા પ્રોજેક્ટ્સ દ્વારા ₹10,000 કરોડના રોકાણ અને આશરે 3,000 રોજગારીની તકો સર્જવાનો લક્ષ્યાંક છે. દિવ્યાંગોને રોજગાર આપતી કંપનીઓને 5થી 10 વર્ષ સુધી EPF રિઇમ્બર્સમેન્ટનો સંપૂર્ણ લાભ પણ આપવામાં આવશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં ઉદ્યોગોને અપાતા ઇન્સેન્ટિવ ડિસ્બર્સમેન્ટમાં 55 ટકાનો વધારો થઈ ₹7,888 કરોડ સુધી પહોંચ્યો છે. અરજી માટે જરૂરી દસ્તાવેજોમાં 41 ટકાનો ઘટાડો, પેન્ડિંગ ફાઇલોમાં 95 ટકાનો ઘટાડો અને દરરોજ સરેરાશ 392 અરજીઓના ઝડપી નિકાલથી ગુજરાતે પારદર્શક અને કાર્યક્ષમ સુશાસનનું મોડલ સ્થાપિત કર્યું છે.

રોકાણકારોને આમંત્રણ આપતાં તેમણે જણાવ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાતનું મંચ માત્ર એમઓયુ પર હસ્તાક્ષર કરવાની જગ્યા નથી, પરંતુ સપનાઓને સાકાર કરવાની તક છે. તેમણે ઉદ્યોગપતિઓ, સ્ટાર્ટઅપ ફાઉન્ડરો અને રોકાણકારોને ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું અને વડાપ્રધાનના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે સૌને સાથે મળીને વિકસિત ગુજરાતના નિર્માણમાં જોડાવા અપીલ કરી હતી.

કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યના મંત્રીઓ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, વરિષ્ઠ અધિકારીઓ, દેશ-વિદેશના રાજદૂતો, વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને યુવા ઉદ્યોગસાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.