75 રાખડીઓથી શરૂ થયેલું અભિયાન પહોંચ્યું 68 હજાર સુધી, દેશ-વિદેશની બહેનો જવાનોને મોકલે છે રાખડી

રક્ષાબંધનનો તહેવાર હવે માત્ર સગા ભાઈ-બહેન પૂરતો સીમિત રહ્યો નથી. દેશની સરહદો પર પોતાના પરિવારથી દૂર રહીને દેશવાસીઓની રક્ષા કરતા સૈનિકો સુધી પણ બહેનોનો પ્રેમ અને લાગણી પહોંચી રહી છે. સરહદ પર ફરજ બજાવતા જવાનો અને અધિકારીઓને શુભેચ્છા સંદેશ સાથે બહેનો રાખડીઓ મોકલીને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરી રહી છે.
Rahul Desai
Rahul Desai
75 રાખડીઓથી શરૂ થયેલું અભિયાન પહોંચ્યું 68 હજાર સુધી, દેશ-વિદેશની બહેનો જવાનોને મોકલે છે રાખડી75 રાખડીઓથી શરૂ થયેલું અભિયાન પહોંચ્યું 68 હજાર સુધી, દેશ-વિદેશની બહેનો જવાનોને મોકલે છે રાખડી

રક્ષાબંધનનો તહેવાર હવે માત્ર સગા ભાઈ-બહેન પૂરતો સીમિત રહ્યો નથી. દેશની સરહદો પર પોતાના પરિવારથી દૂર રહીને દેશવાસીઓની રક્ષા કરતા સૈનિકો સુધી પણ બહેનોનો પ્રેમ અને લાગણી પહોંચી રહી છે. સરહદ પર ફરજ બજાવતા જવાનો અને અધિકારીઓને શુભેચ્છા સંદેશ સાથે બહેનો રાખડીઓ મોકલીને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરી રહી છે.

વડોદરા શહેરના ભૂતપૂર્વ શિક્ષક અને લેખક સંજય બચ્છાવ દ્વારા 11 વર્ષ પહેલાં, વર્ષ 2015માં માત્ર 75 રાખડીઓથી આ અનોખા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આજે આ અભિયાન તેના 12મા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે અને અત્યાર સુધીમાં આશરે 68 હજાર રાખડીઓ જવાનો સુધી પહોંચાડવામાં આવી છે.

આ અભિયાનમાં સંજય બચ્છાવના 500થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે ભારતના 14 રાજ્યોના 40 શહેરો ઉપરાંત ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની, અમેરિકા અને કેનેડા સહિત કુલ 14 દેશોમાંથી પણ સૈનિકો માટે રાખડીઓ મોકલવામાં આવે છે.

આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 40 હજાર હાથથી બનાવેલી રાખડીઓ મળી છે. રાખડી સાથે તેને મોકલનાર બહેનનું નામ અને ફોન નંબર પણ લખવામાં આવે છે, જેથી જવાનને ખબર પડી શકે કે રાખડી કોણે મોકલી છે.

ઘણી બહેનોએ રાખડી સાથે જવાનો પ્રત્યે આભાર વ્યક્ત કરતા સંદેશા અને રક્ષાબંધનના મહત્વને દર્શાવતા ગ્રીટિંગ કાર્ડ પણ મોકલ્યા છે. આ લાગણીસભર સંદેશાઓ જવાનો સુધી બહેનોનો પ્રેમ અને સન્માન પહોંચાડે છે.

રાખડી મળ્યા બાદ કેટલાક જવાનો તેને બાંધીને રાખડી મોકલનાર બહેનોને ફોન કરીને આભાર વ્યક્ત કરે છે. એટલું જ નહીં, કેટલાક જવાનો અને અધિકારીઓ બહેનો પ્રત્યે લાગણી વ્યક્ત કરવા માટે તેમને ભેટ પણ મોકલે છે.

આ અભિયાન રક્ષાબંધનના પર્વને માત્ર ભાઈ-બહેનના સંબંધ પૂરતો સીમિત ન રાખી, દેશની સરહદો પર તૈનાત જવાનો સાથે લાગણી અને કૃતજ્ઞતાનો અનોખો સંબંધ સ્થાપિત કરી રહ્યું છે.