Get News Alerts

Never miss breaking news updates.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં પીએમ ઇ-બસ સેવાનો પ્રારંભ કરાવ્યો

વડોદરાના નાગરિકોને કેન્દ્ર સરકાર તરફથી આધુનિક જાહેર પરિવહનની ભેટ મળી છે. પીએમ ઇ-બસ સેવા યોજના હેઠળ આજથી શહેરના ત્રણ રૂટ પર 30 અત્યાધુનિક, એર કન્ડિશન્ડ ઇ-બસો દોડતી થઈ છે. CCTV, મહિલાઓ માટે પિન્ક સીટ અને દિવ્યાંગ મુસાફરો માટે લિફ્ટ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસોનું ભાડું 5 રૂપિયાથી શરૂ થાય છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 29 Jun 2026 11:57 AM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં પીએમ ઇ-બસ સેવાનો પ્રારંભ કરાવ્યોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં પીએમ ઇ-બસ સેવાનો પ્રારંભ કરાવ્યો

વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરામાં કેન્દ્ર સરકારની પીએમ ઇ-બસ સેવા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે શહેરના ત્રણ મહત્વપૂર્ણ રૂટ પર 30 અત્યાધુનિક ઇ-બસો દોડતી થઈ છે. પર્યાવરણને અનુકૂળ અને આધુનિક જાહેર પરિવહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરાયેલી આ સેવાનો લાભ હવે વડોદરાના નાગરિકોને મળશે.

પ્રથમ તબક્કામાં છાણી-જામ્બુવા, ગોત્રી-સયાજીપુરા અને સયાજીગંજ-પાદરા રૂટ પર કુલ 30 પીએમ ઇ-બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. આગામી એક વર્ષ દરમિયાન વડોદરાને તબક્કાવાર કુલ 250 ઇ-બસ ફાળવવામાં આવશે, જેના કારણે શહેરની જાહેર પરિવહન વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે.

આ તમામ ઇ-બસો સેન્ટ્રલી એર કન્ડિશન્ડ છે અને તેમાં મુસાફરોની સુરક્ષા માટે CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. મહિલાઓ માટે રિઝર્વ પિન્ક સીટની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે દિવ્યાંગ મુસાફરો સરળતાથી બસમાં ચઢી-ઉતરી શકે તે માટે લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સામાન્ય મુસાફરોને ધ્યાનમાં રાખીને બસના ભાડાં પણ વ્યાજબી રાખવામાં આવ્યા છે. ઇ-બસનું લઘુત્તમ ભાડું 5 રૂપિયા અને મહત્તમ ભાડું 35 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ઇ-બસોના પ્રારંભથી વડોદરામાં જાહેર પરિવહન વધુ સુવિધાજનક બનવાની સાથે પ્રદૂષણમાં ઘટાડો કરવામાં પણ મદદ મળશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.