₹30 લાખનો મુદ્દામાલ કબજે: વડોદરામાં દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
વડોદરામાં કપુરાઈ પોલીસને દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. નેશનલ હાઈવે-48 પરથી પાઈપોની આડમાં કન્ટેનરમાં છુપાવી લાવવામાં આવતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.

Rahul DesaiUpdated on: 09 Jun 2026 03:58 PM IST

₹30 લાખનો મુદ્દામાલ કબજે: વડોદરામાં દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
વડોદરામાં કપુરાઈ પોલીસને દારૂની હેરાફેરી સામે મોટી સફળતા મળી છે. નેશનલ હાઈવે-48 પરથી પાઈપોની આડમાં કન્ટેનરમાં છુપાવી લાવવામાં આવતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.

Rahul Desai
Updated on: 09 Jun 2026 03:58 PM IST

વડોદરા: કપુરાઈ પોલીસ દ્વારા કન્ટેનરમાં પાઈપોની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ–મુંબઈ નેશનલ હાઈવે-48 પરથી અંદાજે ₹20.59 લાખની કિંમતનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. જોકે કન્ટેનરનો ચાલક અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે કન્ટેનર અને દારૂ સહિત કુલ અંદાજે ₹30.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં દારૂ અને આશરે ₹10 લાખનું કન્ટેનર સામેલ છે.
આ મામલે કપુરાઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
AUTHOR