Get News Alerts

Never miss breaking news updates.

વડોદરામાં કુંભારવાડામાં વહેલી સવારે ફાયરિંગની ઘટના, કોઈ ઈજા નહીં

કુંભારવાડા વિસ્તારમાં વહેલી સવારે આશરે 3:30 વાગ્યે રામરાજ હોટેલ પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 12 Jun 2026 11:06 AM IST
વડોદરામાં કુંભારવાડામાં વહેલી સવારે ફાયરિંગની ઘટના, કોઈ ઈજા નહીંવડોદરામાં કુંભારવાડામાં વહેલી સવારે ફાયરિંગની ઘટના, કોઈ ઈજા નહીં

વડોદરા વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં વહેલી સવારે આશરે 3:30 વાગ્યે રામરાજ હોટેલ પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, જૂની અંગત અદાવતના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસનું અનુમાન છે.

આ મામલે સાજિદ શેખે સુફિયાન સિકંદરખાન પઠાણ અને તેના સાથીઓ વિરુદ્ધ કુંભારવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી સાજિદ શેખનો આરોપ છે કે આરોપીઓ નશાની હાલતમાં હતા અને એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું, જ્યારે તેની સાથે પાંચથી સાત સાગરીતો હાજર હોવાનું પણ જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. સદભાગ્યે આ ફાયરિંગની ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી.

ડીસીપી ઝોન-4એ માહિતી આપતાં જણાવ્યું કે આરોપીની શોધખોળ બાદ તેને ડિટેઈન કરવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે.

ફાયરિંગની ઘટનાને પગલે કુંભારવાડા વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.