
Gujarat Rain : ગુજરાતમાં હવામાનને લઈને આગામી કેટલાક કલાકો મહત્વપૂર્ણ બની શકે છે. મળતી માહિતી મુજબ અમરેલી, બોટાદ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Kheda : ખેડા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. નડિયાદ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધી વાદળ ફાટવાની 35 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં વાદળ ફાટવું, અચાનક પૂર અને ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં 31 લોકોનાં મોત થયા છે. સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને મોટા પાયે જાનમાલનું નુકસાન થયું છે.

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જિલ્લા કલેક્ટરે શનિવાર, 1 ઓગસ્ટના રોજ જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

સુરત જિલ્લામાં મોડી રાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદે અનેક વિસ્તારોમાં જનજીવનને પ્રભાવિત કર્યું છે. ખાસ કરીને ઓલપાડ તાલુકાના કીમ ગામમાં ભારે વરસાદના પગલે અનેક રહેણાંક વિસ્તારો અને માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં લોકોમાં સાવચેતીનો માહોલ જોવા મળ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. સતત વાદળછાયા વાતાવરણ અને છૂટાછવાયા વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં રવિવારે વહેલી સવારે ભારે વરસાદને કારણે ભારે તબાહી સર્જાઈ છે. રાતભર પડેલા મૂશળધાર વરસાદ બાદ અચાનક આવેલા ફ્લેશ ફ્લડના કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું.

ભારત હવામાન વિભાગ (India Meteorological Department) એ મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં વ્યાપક વરસાદની આગાહી કરતા રાજ્યના 31 જિલ્લાઓ માટે હવામાન ચેતવણી જાહેર કરી છે. જેમાં 25 જિલ્લાઓને યેલો એલર્ટ અને 6 જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે, જે ભારે વરસાદ, વીજળી સાથેના વાવાઝોડા અને તેજ પવનની શક્યતા દર્શાવે છે.

દેશના વિવિધ ભાગોમાં હવામાનના બે અલગ-અલગ રંગ જોવા મળી રહ્યા છે. એક તરફ બિહાર, ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીઅવરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી તરફ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કેટલાક અન્ય વિસ્તારોમાં તીવ્ર ગરમી અને હીટવેવનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.