
Vande Bharat Express : ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટી વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મડગાંવ-મંગલુરુ વંદે ભારત એક્સપ્રેસનો હવે બેંગલુરુ સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ફરી એક વખત વંદે ભારત એક્સપ્રેસ જીવનદાતા બની છે. અંકલેશ્વરમાંથી ડોનર હૃદયને ગ્રીન કોરિડોર અને વંદે ભારત ટ્રેનની મદદથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યું છે, જ્યાં એક દર્દીનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરીને તેને નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.

અમદાવાદ: ભારતીય રેલવેએ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે લાઇવ હાર્ટ ટ્રાન્સપોર્ટ કરવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયને મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20901) દ્વારા સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું, જેથી યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં સમયસર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. ટ્રેન નિર્ધારિત સમયમર્યાદામાં અમદાવાદ પહોંચતા સમગ્ર મિશન સફળ રહ્યું....

નવી દિલ્હી: સામાજિક કાર્યકર અને શિક્ષણ સુધારણા માટે જાણીતા સોનમ વાંગચુકે લદ્દાખ પરત ફરતી વખતે પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી. આ અનુભવ બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરીને ભારતીય રેલવે અને વિશ્વના સૌથી ઊંચા ચિનાબ રેલવે આર્ચ બ્રિજની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. વીડિયોમાં સોનમ વાંગચુકે જણાવ્યું કે તેમને ટ્રેનમાં મુસાફરી કરવી હંમેશા ગમે...

અમદાવાદ: ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 22962) રદ કરવાની ફરજ પડી હતી. જોકે, આ કટોકટીની સ્થિતિમાં IRCTC અમદાવાદે સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. IRCTC અમદાવાદના પ્રેસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ટ્રેન માટે મુસાફરોને પીરસવાના આશરે 1,400 ફૂડ પેકેટ પહેલેથી જ તૈયાર...

મુંબઈથી સુરત જતી વંદે ભારત એક્સપ્રેસમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીથી જોડાયા હતા. આ દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ અને રાજ્યના ભવિષ્યને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકસિત થઈ રહેલી આધુનિક રેલવે સેવાઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી.