Get News Alerts

Never miss breaking news updates.

વંદે ભારત એક્સપ્રેસમાં કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા

મુંબઈથી સુરત જતી વંદે ભારત એક્સપ્રેસમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીથી જોડાયા હતા. આ દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ અને રાજ્યના ભવિષ્યને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકસિત થઈ રહેલી આધુનિક રેલવે સેવાઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 19 Jun 2026 01:39 PM IST
વંદે ભારત એક્સપ્રેસમાં કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચાવંદે ભારત એક્સપ્રેસમાં કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા

મુંબઈ મુંબઈથી સુરત તરફ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીથી જોડાયા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે ગુજરાતના સર્વાંગી વિકાસ, જનકલ્યાણકારી યોજનાઓ અને રાજ્યના ઉજ્જવળ ભવિષ્યને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન રાજ્યના વિકાસને વધુ વેગ મળે તે માટેના વિવિધ પ્રકલ્પો, માળખાકીય સુવિધાઓના વિસ્તરણ તેમજ લોકોના જીવનસ્તરમાં સુધારો લાવવા માટેની યોજનાઓ અંગે વિચારવિમર્શ થયો હતો. બંને આગેવાનોએ ગુજરાતને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જણાવાયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં આધુનિક, ઝડપી અને આરામદાયક રેલવે સેવાઓનો વ્યાપ સતત વધી રહ્યો છે. વંદે ભારત એક્સપ્રેસ જેવી અત્યાધુનિક ટ્રેનો વિકસિત ભારતના નિર્માણ તરફ દેશની ઝડપી ગતિ અને આધુનિક પરિવહન વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.