દેશમાં પ્રથમ વખત ટ્રેનથી લાઇવ હાર્ટ ટ્રાન્સપોર્ટ, વંદે ભારત મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું હૃદય

અમદાવાદ: ભારતીય રેલવેએ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે લાઇવ હાર્ટ ટ્રાન્સપોર્ટ કરવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયને મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20901) દ્વારા સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું, જેથી યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં સમયસર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. ટ્રેન નિર્ધારિત સમયમર્યાદામાં અમદાવાદ પહોંચતા સમગ્ર મિશન સફળ રહ્યું....
Rupin Bakraniya
Rupin Bakraniya
દેશમાં પ્રથમ વખત ટ્રેનથી લાઇવ હાર્ટ ટ્રાન્સપોર્ટ, વંદે ભારત મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું હૃદયદેશમાં પ્રથમ વખત ટ્રેનથી લાઇવ હાર્ટ ટ્રાન્સપોર્ટ, વંદે ભારત મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું હૃદય

અમદાવાદ: ભારતીય રેલવેએ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે લાઇવ હાર્ટ ટ્રાન્સપોર્ટ કરવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સુરતથી અમદાવાદ સુધી જીવંત હૃદયને મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20901) દ્વારા સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું, જેથી યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં સમયસર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે.

ટ્રેન નિર્ધારિત સમયમર્યાદામાં અમદાવાદ પહોંચતા સમગ્ર મિશન સફળ રહ્યું. આ સમયસંવેદનશીલ ઓપરેશન માટે ભારતીય રેલવે, ગુજરાત પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને મેડિકલ ટીમો વચ્ચે ઉત્તમ સંકલન કરવામાં આવ્યું હતું. અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચ્યા બાદ પ્લેટફોર્મ નંબર-1થી યુ. એન. મહેતા હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો, જેના કારણે હૃદયને મિનિટોમાં હોસ્પિટલ પહોંચાડી ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા સમયસર શરૂ કરી શકાઈ.

અમદાવાદના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) વેદ પ્રકાશે જણાવ્યું કે આ ભારતીય રેલવે માટે ગૌરવની ક્ષણ છે. તેમણે કહ્યું કે, વંદે ભારત એક્સપ્રેસની ઝડપ, સમયપાલન અને વિશ્વસનીયતાના કારણે હૃદયને સુરક્ષિત અને સમયસર પહોંચાડવું શક્ય બન્યું. તેમણે વધુમાં ઉમેર્યું કે જીવન બચાવનારા આવા મિશનમાં દરેક ક્ષણ મહત્વપૂર્ણ હોય છે. ભારતીય રેલવે, RPF, ગુજરાત પોલીસ અને મેડિકલ ટીમોના ઉત્તમ સંકલનથી આ મિશન સફળ બન્યું છે. કોઈનું જીવન બચાવવામાં યોગદાન આપવું માત્ર જવાબદારી નહીં પરંતુ માનવતાની સર્વોચ્ચ સેવા છે.

રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ સમગ્ર કામગીરીમાં ડૉક્ટરો, અંગ પ્રત્યારોપણ સંકલનકારો, RPF જવાનો, ગુજરાત પોલીસ અને રેલવેના વિવિધ વિભાગોએ એક ટીમ તરીકે કામગીરી કરી હતી. આ ઘટના પછી ઇમરજન્સી મેડિકલ લોજિસ્ટિક્સમાં ભારતીય રેલવેની ભૂમિકા વધુ મજબૂત બની છે.