રાજકોટમાં ટ્રકની અડફેટે યુવકનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માધાપર ચોકડી બ્રિજ નીચે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં 29 વર્ષીય યુવક ઉદય વાઘેલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ પોલીસે ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી મોત નિપજાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Growth Now News
Growth Now News
રાજકોટમાં ટ્રકની અડફેટે યુવકનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકારરાજકોટમાં ટ્રકની અડફેટે યુવકનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માધાપર ચોકડી બ્રિજ નીચે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં 29 વર્ષીય યુવક ઉદય વાઘેલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માત બાદ પોલીસે ટ્રક ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી મોત નિપજાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માહિતી મુજબ, ઉદય વાઘેલા સોમવારે રાત્રે એસ્ટ્રોન ચોક વિસ્તારમાં પોતાની નોકરી પૂર્ણ કરીને મોટરસાઇકલ પર માધાપર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જામનગર રોડ પર માધાપર ચોકડી બ્રિજ નીચે પાછળથી આવેલા ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ઉદયને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઘટનાની જાણ થતાં મૃતકના ભાઈ રોહન વાઘેલા સ્થળ પર પહોંચ્યા હતા. તેમની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે ટ્રક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1), 281, 125(A), 125(B) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધ્યો છે.

બીજી તરફ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પરિવારજનો અને સગાસંબંધીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. પરિવારજનોએ બિસ્માર રસ્તાઓના તાત્કાલિક સમારકામ અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તેમની માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.