Get News Alerts

Never miss breaking news updates.

Anand Accident: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 5ના મોત; 5 ઈજાગ્રસ્ત

Anand Accident: આણંદમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 30 Sep 2026 10:47 AM IST
Anand Accident: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 5ના મોત; 5 ઈજાગ્રસ્તAnand Accident: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 5ના મોત; 5 ઈજાગ્રસ્ત

Anand Accident

Anand Accident: આણંદમાં વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની ઘટના સવારે અંદાજે 4 વાગ્યાના અરસામાં બની હતી.

સુરતથી રાજસ્થાન જઈ રહી હતી બસ

મળતી માહિતી મુજબ, સુરતથી લક્ઝરી બસ રાજસ્થાન જવા માટે નીકળી હતી. બસમાં સવાર મુસાફરો આણંદથી નડિયાદ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ઊંઘમાં હતા મુસાફરો, અચાનક અકસ્માતથી ગભરાટ

અકસમાત સમયે લક્ઝરી બસમાં સવાર મુસાફરો ઊંઘમાં હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે અચાનક અકસ્માત સર્જાતા બસમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનામાં બસમાં મુસાફરી કરી રહેલા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

5 લોકોના મોત, 5 ઈજાગ્રસ્ત

અકસ્મતમાં 5 વ્યક્તિઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે તાત્કાલિક મદદ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, મુસાફરો સુરતની સાઈ દર્શન ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર પણ ભારે ચકચાર મચી હતી. અકસ્માત કેવી રીતે સર્જાયો અને મૃતકો તથા ઈજાગ્રસ્તોની વધુ વિગતો અંગેની માહિતી મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો : ATS AND Coast Guardનું અરબી સમુદ્રમાં મોટું ઓપરેશન, 526 કિલો ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.