Surat : કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની પુત્રવધૂએ જીવન ટૂંકાવ્યું, આંતરવસ્ત્રમાંથી મળી સ્યુસાઈડ નોટ



Surat
Surat : કડોદરામાં ભાજપ મહિલા આગેવાનની પુત્રવધૂએ જીવન ટૂંકાવ્યું, આંતરવસ્ત્રમાંથી મળી સ્યુસાઈડ નોટ



Surat
Surat : લગ્નને હજુ માત્ર બે વર્ષ જેટલો સમય થયો હતો, ત્યારે નિધિએ આ પગલું ભરતાં પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મૃતક નિધિના આંતરવસ્ત્રોમાંથી સ્યુસાઈડ નોટ મળી હોવાની માહિતી સામે આવી છે.
પ્રાથમિક વિગતો મુજબ, નિધિએ આ નોટ એવી જગ્યાએ છુપાવી હતી કે જેથી તેના સાસરિયાં તેને નષ્ટ કે છુપાવી ન શકે. પોસ્ટમોર્ટમ દરમિયાન ડોક્ટરોને આંતરવસ્ત્રોમાંથી આ મહત્વપૂર્ણ પુરાવો મળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પતિના અન્ય સ્ત્રી સાથેના હતા સબંધ!
સ્યુસાઈડ નોટમાં નિધિએ તેના પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો હોવાની માહિતી સામે આવી છે. આ દાવાને પગલે હવે પોલીસ તપાસમાં પતિના કથિત સંબંધ સહિતના મુદ્દાઓને પણ મહત્વ આપવામાં આવી શકે છે. જોકે, સ્યુસાઈડ નોટમાં કરાયેલા આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન મળેલી સુસાઈડ નોટ પોલીસે કબજે કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે પોલીસે નોટમાં લખાયેલા મુદ્દાઓ, પરિવારજનોના નિવેદનો તેમજ મૃતકના પતિ અને સાસરિયાં સાથે સંબંધિત તમામ પાસાઓની તપાસ હાથ ધરી છે.
નિધિના મોતનું રહસ્ય ઘેરાયું
લગ્નના માત્ર બે વર્ષમાં જ નિધિએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે સમગ્ર મામલાનું મહત્વનું પાસું બની રહ્યું છે. પરિવારજનો વચ્ચે કોઈ વિવાદ હતો કે કેમ, પતિના કથિત સંબંધ અંગે નિધિ કેટલી હદે પરેશાન હતી અને આત્મહત્યાની ઘટના પાછળ અન્ય કોઈ કારણ હતું કે કેમ તે અંગે પોલીસ તપાસ કરશે. હાલ પોલીસે સ્યુસાઈડ નોટને મહત્વના પુરાવા તરીકે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ આત્મહત્યાના ચોક્કસ કારણો અને આક્ષેપોની હકીકત સામે આવશે.
આ પણ વાંચો : Gujarat Latest News Live : આગમી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની ગુજરાતમાં આગાહી

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



