Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં યુવકે આપઘાત કરતા ચકચાર, સુસાઈડ નોટમાં અનેક લોકોના નામનો ઉલ્લેખ

રાજકોટ જિલ્લાના હોડથલી ગામમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક હરિભાઈ જાદવે આપઘાત પહેલાં લખેલી સુસાઈડ નોટમાં કેટલાક લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 05 Jun 2026 11:27 AM IST
રાજકોટમાં યુવકે આપઘાત કરતા ચકચાર, સુસાઈડ નોટમાં અનેક લોકોના નામનો ઉલ્લેખરાજકોટમાં યુવકે આપઘાત કરતા ચકચાર, સુસાઈડ નોટમાં અનેક લોકોના નામનો ઉલ્લેખ

ફાઈલ ફોટો

રાજકોટ: રાજકોટ જિલ્લાના તાલુકા વિસ્તારના હોડથલી ગામમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ હરિભાઈ જાદવ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, હરિભાઈ જાદવે આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. સુસાઈડ નોટમાં પાડોશી નરેશભાઈ અને રવજીભાઈ સહિત અન્ય છ અજાણ્યા લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

સુસાઈડ નોટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક લોકો દ્વારા તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા. તેમજ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 20 લાખની માંગણી કરવામાં આવતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

પરિવારના જણાવ્યા મુજબ, મૃતકે આપઘાત પહેલાં પોતાના પુત્ર સાથે સમગ્ર ઘટનાની ચર્ચા કરી હતી અને જમીનના ભાગલા તેમજ નાણાકીય વ્યવસ્થા અંગે પણ વાત કરી હતી.

હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે સુસાઈડ નોટ કબજે લઈ તેની સત્યતા અને તેમાં કરાયેલા આક્ષેપોની દિશામાં તપાસ શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.