
PM Modi Space Startups: આંતરરાષ્ટ્રીય સ્પેસ ડેના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારતના અગ્રણી સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO અને ફાઉન્ડર્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતના અવકાશ ક્ષેત્રમાં...

જામનગર: જામનગર જિલ્લાના વિભાપર ગામની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ના સફળ પરીક્ષણમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પૃથ્વી હાલમાં સ્કાયરૂટ એરોસ્પેસમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કાર્યરત છે. તેમણે વિક્રમ-1 રોકેટ માટેની ઓટોપાયલટ સિસ્ટમની ડિઝાઇન અને વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. હરિકોટાથી થયેલા ઐતિહાસિક સફળ પરીક્ષણ...

નવી દિલ્હી: ભારતે અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ-ક્લાસ રોકેટ વિક્રમ-1 સફળતાપૂર્વક લો અર્થ ઓર્બિટ (LEO)માં પહોંચ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત આ રોકેટે પોતાના પ્રથમ જ પ્રયાસમાં તમામ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કરીને પેલોડને આશરે 450 કિલોમીટર ઊંચાઈની કક્ષામાં સ્થાપિત કર્યો છે. મિશનની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને ફોન...

ભારતના અવકાશ ક્ષેત્રે આજે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. હૈદરાબાદની ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસે દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ રોકેટ 450 કિલોમીટરની નીચલી પૃથ્વી કક્ષામાં વિવિધ ટેકનોલોજી પેલોડ્સ તૈનાત કરશે. ખાસ વાત એ છે કે રોકેટમાં 18 કેરેટ સોનાથી બનેલી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, ડૉ. વિક્રમ સારાભાઈ અને સર સી.વી. રમણની સૂક્ષ્મ આકૃતિઓ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હસ્તલિખિત 'વંદે માતરમ' સંદેશ પણ અવકાશમાં મોકલવામાં આવ્યો છે.