વિક્રમ-1એ રચ્યો ઈતિહાસ! ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ સફળ, PM મોદીએ ટીમને ફોન કરી અભિનંદન પાઠવ્યા


AI Generated Images
વિક્રમ-1એ રચ્યો ઈતિહાસ! ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ સફળ, PM મોદીએ ટીમને ફોન કરી અભિનંદન પાઠવ્યા


AI Generated Images
નવી દિલ્હી: ભારતે અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ-ક્લાસ રોકેટ વિક્રમ-1 સફળતાપૂર્વક લો અર્થ ઓર્બિટ (LEO)માં પહોંચ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત આ રોકેટે પોતાના પ્રથમ જ પ્રયાસમાં તમામ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કરીને પેલોડને આશરે 450 કિલોમીટર ઊંચાઈની કક્ષામાં સ્થાપિત કર્યો છે.
મિશનની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, "સ્કાયરૂટની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. તમે નક્કી કરેલા સમય કરતાં પણ વહેલા તમારા લક્ષ્યો હાંસલ કરશો."
'વંદે માતરમ' પણ પહોંચ્યું અંતરિક્ષમાં
આ મિશનની સૌથી વિશેષ બાબત એ રહી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હસ્તલિખિત 'વંદે માતરમ' પણ વિક્રમ-1 સાથે અંતરિક્ષની કક્ષામાં પહોંચ્યું. તેને ભારતની વૈજ્ઞાનિક પ્રગતિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતિક તરીકે જોવામાં આવી રહ્યું છે.
'મિશન આગમન'ની મોટી સફળતા
'મિશન આગમન' અંતર્ગત લોન્ચ કરાયેલા વિક્રમ-1એ પોતાની ચારેય સ્ટેજ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. લોન્ચથી લઈને સેટેલાઇટ ડિપ્લોયમેન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયા સફળ રહી હતી. આ સાથે ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ-ક્લાસ રોકેટ વિશ્વ સમક્ષ પોતાની ક્ષમતા સાબિત કરવામાં સફળ રહ્યું છે.
શ્રીહરિકોટાથી થયું સફળ પ્રક્ષેપણ
વિક્રમ-1નું પ્રક્ષેપણ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC-SHAR) પરથી કરવામાં આવ્યું હતું. આ સફળતા સાથે ભારત એવા પસંદગીના દેશોમાં સામેલ થયું છે જ્યાં ખાનગી કંપનીઓ પોતે ઓર્બિટલ રોકેટ વિકસાવી સફળતાપૂર્વક અંતરિક્ષમાં મોકલવાની ક્ષમતા ધરાવે છે. અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને નવી ઊંચાઈ આપતી આ સિદ્ધિને ભારત માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન તરીકે જોવામાં આવી રહી છે.




