જામનગરની દીકરી પૃથ્વી સંઘાણીએ વધાર્યું દેશનું ગૌરવ, વિક્રમ-1 રોકેટની સફળતા પાછળ ભજવી મહત્વની ભૂમિકા

જામનગર: જામનગર જિલ્લાના વિભાપર ગામની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ના સફળ પરીક્ષણમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પૃથ્વી હાલમાં સ્કાયરૂટ એરોસ્પેસમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કાર્યરત છે. તેમણે વિક્રમ-1 રોકેટ માટેની ઓટોપાયલટ સિસ્ટમની ડિઝાઇન અને વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. હરિકોટાથી થયેલા ઐતિહાસિક સફળ પરીક્ષણ...
Rupin Bakraniya
Rupin Bakraniya
જામનગરની દીકરી પૃથ્વી સંઘાણીએ વધાર્યું દેશનું ગૌરવ, વિક્રમ-1 રોકેટની સફળતા પાછળ ભજવી મહત્વની ભૂમિકાજામનગરની દીકરી પૃથ્વી સંઘાણીએ વધાર્યું દેશનું ગૌરવ, વિક્રમ-1 રોકેટની સફળતા પાછળ ભજવી મહત્વની ભૂમિકા

જામનગર: જામનગર જિલ્લાના વિભાપર ગામની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ના સફળ પરીક્ષણમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પૃથ્વી હાલમાં સ્કાયરૂટ એરોસ્પેસમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કાર્યરત છે. તેમણે વિક્રમ-1 રોકેટ માટેની ઓટોપાયલટ સિસ્ટમની ડિઝાઇન અને વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. હરિકોટાથી થયેલા ઐતિહાસિક સફળ પરીક્ષણ બાદ જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી છવાઈ ગઈ છે.

પૃથ્વીએ પ્રાથમિક અને ઉચ્ચતર શિક્ષણ જામનગરની હરિયા સ્કૂલ અને મોદી સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટમાંથી બી.ઈ. અને પૂણેની ડીઆઈએટી (DIAT) સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમ.ટેક. કર્યું હતું. ઉચ્ચ અભ્યાસ બાદ તેમણે DRDOની DRDL લેબમાં મિસાઇલ મિશન અને કંટ્રોલ ડિઝાઇન પર કામ કરીને મહત્વપૂર્ણ અનુભવ મેળવ્યો. ત્યારબાદ સ્કાયરૂટ એરોસ્પેસ સાથે જોડાઈ તેઓ ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 મિશનની સફળતામાં સહભાગી બન્યા.

પૃથ્વી સંઘાણીની આ સિદ્ધિ આજે માત્ર જામનગર માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત બની છે. ખાસ કરીને યુવતીઓ અને વિજ્ઞાન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે તેઓ પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની છે. પરિવારજનો પણ આ સિદ્ધિને લઈને ગર્વની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. પિતા દિનેશભાઈ સંઘાણી અને દાદા મગનભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે પૃથ્વીની મહેનત, લગન અને સંકલ્પનું આજે ઐતિહાસિક પરિણામ સમગ્ર દેશ જોઈ રહ્યો છે.