
Delhi: દિલ્હીથી ચેન્નાઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં પાવર બેંકમાં આગ લાગી છે. આ ફ્લાઈટનું હૈદરાબાદમાં સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. આ ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે.

IndiGo Flight Emergency Landing Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર લખનઉથી દમ્મામ (સાઉદી અરેબિયાનું એક શહેર) જઈ રહેલી IndiGoની ફ્લાઇટનું બોમ્બની ધમકી બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ફ્લાઇટમાં...

IndiGo Flight Engine Failure: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટર્બ્યુલન્સની ઘટના બાદ હવે કોલકાતાથી ચેન્નાઈ આવી રહેલી IndiGoની 6E-723 ફ્લાઇટનું લેન્ડિંગ પહેલાં ડાબું એન્જિન ફેલ થવાની ઘટના સામે આવી છે. ફ્લાઇટમાં આશરે 224 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. મળતી માહિતી મુજબ, IndiGoની 6E-723 ફ્લાઇટ કોલકાતાથી ચેન્નાઈ આવી રહી હતી. રાત્રે આશરે સાડા 11 વાગ્યે લેન્ડિંગ પહેલાં વિમાનમાં અચાનક ખામી સર્જાઈ હતી....

કોલકાતા એરપોર્ટ પર શુક્રવારે સાંજે આંધી-તોફાન દરમિયાન ઇન્ડિગોની એક ફ્લાઇટ પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. અગરતલા જવા તૈયાર થયેલી ફ્લાઇટ ટેકઓફ પહેલાં રનવે નજીક ઉભી હતી ત્યારે અચાનક વીજળી પડતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગને આજે મોટી સફળતા મળી હતી. ફલાઈટમાં સર્ચ ઓપરેશન કરતી વખતે એક અધિકારીને 24 સોનાના બિસ્કિટ કબજે કર્યા હતા. જેની કિંમત આસરે 4 કરોડથી વધારે થાય છે જેથી અધિકારીએ આ સોનુ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.

લખનૌથી દિલ્હી જતી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં શુક્રવારે તે સમયે હડકંપ મચી ગયો જ્યારે વિમાનના શૌચાલયમાં ટિશ્યુ પેપર પર “બોમ્બ” લખેલી શંકાસ્પદ ધમકી મળી. ઘટના સામે આવતા જ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક વિમાનને રોકીને વિસ્તૃત તપાસ શરૂ કરી હતી.

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સાંસદ દિનેશ મકવાણા, અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત અનેક અધિકારીઓ અને તબીબી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.