Get News Alerts

Never miss breaking news updates.

IndiGo Flight Emergency Landing Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર IndiGo ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, કાગળ પર ‘BOMB’ લખેલું મળતાં ખળભળાટ

IndiGo Flight Emergency Landing Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર લખનઉથી દમ્મામ (સાઉદી અરેબિયાનું એક શહેર) જઈ રહેલી IndiGoની ફ્લાઇટનું બોમ્બની ધમકી બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ફ્લાઇટમાં...
R Gajjar
R GajjarUpdated on: 10 Sep 2026 09:44 PM IST
IndiGo Flight Emergency Landing Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર IndiGo ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, કાગળ પર ‘BOMB’ લખેલું મળતાં ખળભળાટIndiGo Flight Emergency Landing Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર IndiGo ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, કાગળ પર ‘BOMB’ લખેલું મળતાં ખળભળાટ

IndiGo Flight Emergency Landing Ahmedabad

IndiGo Flight Emergency Landing Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર લખનઉથી દમ્મામ (સાઉદી અરેબિયાનું એક શહેર) જઈ રહેલી IndiGoની ફ્લાઇટનું બોમ્બની ધમકી બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ફ્લાઇટમાં એક ક્રૂ મેમ્બરને કાગળના ટુકડા પર ‘BOMB’ લખેલું મળ્યું હતું. મળતી માહિતી મુજબ IndiGoની ફ્લાઇટ 6E 97 લખનઉથી સાઉદી અરેબિયાના દમ્મામ જઈ રહી હતી. ફ્લાઇટમાં 107 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. સાંજે આશરે 5 વાગ્યે ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ

લેન્ડિંગ બાદ વિમાનને સુરક્ષા પ્રોટોકોલ હેઠળ આઇસોલેશન એરિયામાં લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ SOG, સ્થાનિક પોલીસ અને CISF દ્વારા વિમાનની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષાને પ્રાથમિકતા આપીને તમામ જરૂરી સુરક્ષા પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી.

ફ્લાઇટમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં

અમદાવાદ પોલીસે જણાવ્યું કે ઈમરજન્સી લેન્ડિંગ બાદ SOG, સ્થાનિક પોલીસ અને CISF દ્વારા ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી, પરંતુ વિમાનમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે સામાન મળ્યો નથી. પોલીસના જણાવ્યા મુજબ તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ-2 પર સુરક્ષિત છે. બોમ્બ લખેલો કાગળ કોણે મૂક્યો અને તેની પાછળનો હેતુ શું હતો તે અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અગાઉ પણ સામે આવી હતી આવી ઘટના

અગાઉ પણ વિમાનોમાં બોમ્બની ધમકી આપતા સંદેશા મળ્યા બાદ ફ્લાઇટને ડાયવર્ટ અથવા ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ઘટનાઓ સામે આવી છે. 31 ઓગસ્ટ 2026ના રોજ દમ્મામથી દિલ્હી આવી રહેલી Air India Expressની ફ્લાઇટને પણ બોમ્બની ધમકી બાદ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. તે ફ્લાઇટમાં ટિશ્યૂ પેપર પર ‘BOMB’ લખેલું મળ્યું હતું. તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. [email protected]