
India-Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 13મી આર્મી ટુ આર્મી સ્ટાફ વાર્તા નવી દિલ્હીમાં યોજાઈ હતી. દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ મજબૂત કરવા ચર્ચા આવી છે.

Australian Prime Minister : ભારતના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝે ભારતને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તેમણે ભારતની વિકાસયાત્રા, લોકશાહી અને વૈશ્વિક સ્તરે વધતી આર્થિક શક્તિની પ્રશંસા કરી હતી. અલ્બનીઝે ભારતને વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા ગણાવી હતી.

મેલબર્ન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના છ દિવસીય વિદેશ પ્રવાસના ઓસ્ટ્રેલિયા તબક્કાને પૂર્ણ કરીને હવે ન્યૂઝીલેન્ડ માટે પ્રસ્થાન કર્યું છે. તેઓ 10 અને 11 જુલાઈ દરમિયાન ઓકલેન્ડમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસના અંતિમ દિવસે વડાપ્રધાન મોદી વિશ્વવિખ્યાત મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પહોંચ્યા હતા. અહીં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે મળીને તેમણે ભારત-ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ કોલેબોરેશન રોડમેપનું સત્તાવાર લોન્ચિંગ કર્યું હતું. આ...

મેલબર્ન: ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ ઓસ્ટ્રેલિયાએ તમિલનાડુની ત્રણ અમૂલ્ય સાંસ્કૃતિક ધરોહરો ભારતને પરત આપવાની જાહેરાત કરી છે. મેલબર્નમાં યોજાયેલા ત્રીજા ભારત-ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નંદીની પાષાણ પ્રતિમા, ભદ્રકાલીનું ત્રિશૂલ અને ભગવાન કાર્તિકેય (ષણ્મુખ)ની પ્રાચીન પ્રતિમા સહિતની આ ઐતિહાસિક ધરોહરોની વાપસી બંને દેશો વચ્ચ

PM Modi Australia Visit: ત્રણ દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેલબર્નમાં ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. લગભગ 30 હજારથી વધુ ભારતીયોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 'મોદી-મોદી' અને 'ભારત માતા કી જય'ના નારાથી માહોલ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત ઉષ્માભર્યા સ્વાગત...

PM Modi Australia Threat: PM નરેન્દ્ર મોદીના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. 9 જુલાઈએ મેલબર્નમાં યોજાનારા ‘Melbourne Meets Modi’ કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળતા ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે (AFP) તપાસ શરૂ કરી છે. માહિતી મુજબ, મેલબર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમના પ્રચાર સંબંધિત એક સોશિયલ મીડિયા પોસ્ટ નીચે ધમકીભરી ટિપ્પણી કરવામાં આવી...