PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી, મેલબર્ન પોલીસે શરૂ કરી તપાસ



AI Generated Images
PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી, મેલબર્ન પોલીસે શરૂ કરી તપાસ



AI Generated Images
PM Modi Australia Threat: PM નરેન્દ્ર મોદીના આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. 9 જુલાઈએ મેલબર્નમાં યોજાનારા ‘Melbourne Meets Modi’ કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળતા ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે (AFP) તપાસ શરૂ કરી છે. માહિતી મુજબ, મેલબર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમના પ્રચાર સંબંધિત એક સોશિયલ મીડિયા પોસ્ટ નીચે ધમકીભરી ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીમાં પ્રધાનમંત્રી મોદીને નિશાન બનાવી ગંભીર પ્રકારની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ધમકી સામે આવતા જ મામલો ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસને સોંપવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓએ સંબંધિત સોશિયલ મીડિયા એકાઉન્ટ અને તેના IP એડ્રેસની ઓળખ કરી હોવાનું જણાવાઈ રહ્યું છે. હવે ટિપ્પણી કરનાર વ્યક્તિની ઓળખ તેમજ તેની પાછળનો હેતુ શું હતો તે અંગે તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓસ્ટ્રેલિયાની સુરક્ષા એજન્સીઓ કોઈપણ વિદેશી રાષ્ટ્રપ્રમુખ અથવા વડાપ્રધાનને અપાયેલી ધમકીને અત્યંત ગંભીરતાથી લે છે. તેથી સમગ્ર મામલે બહુસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી મોદી તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન વિવિધ દ્વિપક્ષીય બેઠકઓમાં ભાગ લેશે તેમજ ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. મેલબર્નમાં યોજાનારો કાર્યક્રમ પ્રવાસનો મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે. ધમકીના બનાવ બાદ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ, રાજ્ય પોલીસ અને વિશેષ સુરક્ષા દળો દ્વારા કાર્યક્રમોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ કોઈપણ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લઈ રહી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



