
Panchmahal News: ગોધરામાં MGVCLની 42 ટીમોએ મેગા ચેકિંગ હાથ ધર્યું. 181 વીજ કનેક્શનમાંથી 70માં ગેરરીતિ મળી અને રૂ. 1.06 કરોડની વીજ ચોરી ઝડપાઈ.

Panchmahal News: ગોધરાના ઓરવાડા ગામના બેટડી ફળિયાના 423 મતદારોએ પાકા રસ્તાની માંગ સાથે આગામી સરપંચની ચૂંટણીમાં મતદાન બહિષ્કારનો નિર્ણય લીધો.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બે ગામોમાં ચાંદીપુરા વાયરસના કારણે બે માસૂમ બાળકોના મોત થતાં રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે, દવાનો છંટકાવ અને આરોગ્ય તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને ગભરાવાના બદલે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Godhra News: ગોધરા રેલવે સ્ટેશન પરથી શંકાસ્પદ હાલતમાં મોટી માત્રામાં વિદેશી ચલણ સાથે એક પુરુષ અને એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. ગોધરા બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી.